Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

ઉના પાસે અલગ અલગ ર અકસ્‍માતોમાં ર મોત

ટ્રક પલ્‍ટી મારી જતા ડ્રાઇવરે કુદકો માર્યો અને પાછળા વ્‍હીલમાં કચડાઇ ગયોઃ બીજા બનાવમાં બાઇક સ્‍લીપ થઇ ગયું

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૬ :.. ઉના-ભાવનગર રોડ તથા ઓલવાણ રોડ ઉપર અકસ્‍માતોના અલગ અલગ ર બનાવોમાં ટ્રક પલ્‍ટી મારી જતાં ટ્રક ચાલક ગીગાભાઇ રૂખડભાઇ ચૌહાણ (ઉ.૬પ) રે. ભાટીકડા (મહુવા) વાળાનું મોત નિપજયું હતું. બીજા અકસ્‍માતમાં ડબલ સવાર બાઇક સ્‍લીપ થઇ જતા પાછળ બેઠેલા યુવાન મુળ યુ.પી.ના નવીનકુમાર સીપાઇલાલને માથામાં ગંભીર ઇજા થતા તેનું ઘટના સ્‍થળે મોત નિપજયુ હતું.

ઉના-ભાવનગર નેશનલ હાઇવે રોડ ઉપર ઉનાથી ૭ કિ. મી. દુર મુરલીધર હોટલ સામે સાતમેર તરફથી ટ્રક નંબર જીજે-૧૧-ટી-૪૬પ૭ માં પથ્‍થરો ભરી ઉના તરફ આવતો ટ્રક ચાલક ગીગાભાઇ રૂખડભાઇ ચૌહાણ (ઉ.૬પ) રે. ભાટીકડા તા. મહુવા જી. ભાવનગર વાળાએ ટ્રકનાં સ્‍ટેરીંગ ઉપરથી કાળુ ગુમાવતા પલ્‍ટી ખાઇ જતાં જીવ બચાવવા ટ્રકમાંથી ગીગાભાઇ કુદકો મારતા રોડ ઉપર પડતા તે ટ્રકનાં પાછલા વ્‍હીલના જોટામાં આવી જતાં પગ ત્‍થા માથામાં ગંભીર ઇજા થતા ઘટના સ્‍થળે મોત થયુ હતું.

આ અંગે ઉના પોલીસમાં મરણ જનારનાં દિકરા વિજયભાઇ ગીગાભાઇ ચૌહાણએ ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી મૃતકનું પોસ્‍ટ મોર્ટમ કરાવી પુત્રને લાશ સોંપી હતી.

ઉના તાલુકાનાં હાલ તડ ગામે નવાપરા વિસ્‍તારમાં રહેતા મુળ ઉતર પ્રદેશના ઇટાવા જીલ્લાનાં બહારપુર તાલુકાના મીરા યૈ ગામે રહેતા મજૂરી કામ કરતા નવીનકુમાર સીપાઇલાલ ગૌતમ મુળ વતન મીરા પોસ્‍ટ - બહારપુર જીલ્લો ઇટાવા ઉતર પ્રદેશનાં સેવેન્‍દ્ર શ્રી કૃષ્‍ણકુભાઇ ચમાર હાલ રે. તડ ગામે રહેતાનાં કબજાવાળુ મોટર સાયકલ જીજે ૧૧ કે.કે. ૯૭ર૭ ઉપર નવીન

(10:08 am IST)