Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

રાણાવાવ, ખીરસરા વાડી વિસ્તારમાથી જુગારીઓના કબ્જામાથી રોકડ રૂ.૬૭,૧૦૦ ના મુદ્દામાલનો જુગાર ધારાનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પોરબંદર એલ.સી.બી

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક‌ ડો.રવિ મોહન સૈનીનાઓ દ્રારા જિલ્લામા દારૂ/જુગારની ગે.કા.પ્રવૃતી નાબુદ કરવા આપેલ ખાસ સુચના અન્વયે LCB PI એન.એન.રબારી નાઓ એલ.સી.બી.સ્ટાફના માણસો ઓફીસ હાજર હતા તે દરમ્યાન HC હરેશભાઇ આહિર ને મળેલ ચોક્કસ બાતમી હકિકત આધારે, પોરબંદર ખીરસરા ગામની કામઠડી સીમમા આવેલ વાડીની ઓરડીના માલિક વિઠ્ઠલભાઇ અરજણભાઇ મકવાણા (રહે, ખીરસરાગામ, તા.રાણાવાવ )એ  પોતાના કબ્જા ભોગવટાની વાડીમા આવેલ ઓરડીમાં બહારથી માણસોને બોલાવી પોતાના અગંત ફાયદા સારૂ નાલ ઉઘરાવી ગંજીપતાના પાના પૈસા વડે રોનપોલીસ નામનો હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે જે હકિકત આધારે સદર જગ્યાએ રેઇડ કરતા આરોપી (૧) વિઠ્ઠલભાઇ અરજણભાઇ મકવાણા (૨) દેવરાજ રાજાભાઇ કટારા (૩) હેમંત ખીમા પીપરોતર (૪) કેતન ભીખુભાઇ ગઢીયા (૫) જયેશકુમાર મગનભાઇ કંટારીયા (૬) વલ્લભ ગોકળભાઇ મોકરીયા (૭) જગદીશ લખમણભાઇ સગારકા રહે, તમામ રાણાવાવ તથા કુતિયાણા જિ.પોરબંદરવાળાઓના કબ્જામાથી ગંજીપતા તથા રોકડા રૂા.૬૭,૧૦૦ તથા મો.ફોન નંગ-૦૭ તથા મો.સા. નંગ-૦૫, મળી કુલ રૂા.૨,૨૧,૬૦૦ ના મુદામાલ સાથે જુગાર રમતા પકડી પાડી ગણનાપાત્ર કેશ શોધી કાઢેલ છે. અને રાણાવાવ પોલીસ સ્ટેશનમા ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
 આ કામગીરીમા પોરબંદર LCB PI એન.એન.રબારી, ASI  બી.એલ.વિંઝુડા, રમેશભાઇ જાદવ, તથા HC હરેશભાઇ આહિર, મહેશભાઇ શિયાળ, PC વિજયભાઇ જોષી,કરશનભાઇ મોડેદરા, રવિરાજ બારડ, લીલાભાઇ દાસા વિગેરે રોકાયેલ હતા.

(12:01 am IST)