Gujarati News

Gujarati News

News of Thursday, 6th February 2020

વિદેશમાં પ્રમાણિકતા - પ્રેરણા અને પરિશ્રમ એટલે વિજયઃ વિસાવદરમાં લેખિકા પૂર્વી મોદી - મલ્કાણનો વાર્તાલાપ

 જૂનાગઢ તા. ૬ : 'આજના યુગમાં અમેરિકા શિક્ષણનો ક્રેઝ વધ્યો છે. નવી દુનિયા, વૈભવ સાથે અતિ સંઘર્ષ પણ છે અને તેમ છતાં ભારતીય વિદ્યાર્થીઓ લક્ષ્ય સિદ્ઘિ સાથે ઝળહળે છે' એવા ઉદ્દગાર વિસાવદર ખાતે લેખિકા પૂર્વી મોદી- મલ્કાણે ઉચ્ચાર્યા હતાં, તાજેતરમાં શ્રી દેવમણીઆર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં કોકિલાબેન શાસ્ત્રી કલા મંચ હોલમાં સંવાદ ગોષ્ઠિનો કાર્યક્રમ યોજાયો, પ્રારંભમાં સંવાદ ગોષ્ઠી નો ઉદેશ અને હેતુ અંગે માહિતી આપતા ડો. મનીષ મોદીએ જણાવ્યું કે આજે ભારતનું યુવાધન દુનિયાની નજરે વિકસિત  અમેરિકા, યુરોપ, જાપાન વગેરે દેશોની સરખામણીમાં આપણું સ્થાન કયાં છે , અને તેઓનું ભવિષ્ય શું ? - અમેરિકામાં જન જીવન શિક્ષણ અને જીવન ? વગેરે મુખ્ય પ્રવકતા હતા - લેખિકા -પૂર્વી મલકાણ-મોદી અમેરિકાના ચાર રાજયોમાં પ્રસરેલું સામાયિક -અખબારના વાચકપ્રિય લેખિકા પૂર્વીબેન. મીડિયા ક્ષેત્રે જોડાયેલા છે, ફોટોગ્રાફી, મુસાફરી કરી અનેક દેશોની અનેક વાતો ના ખજાના દ્વારા વિદ્યાર્થીઓને મહત્વની આજે માહિતી આપશે - જે જીવન ઉપયોગી પ્રેરણા બનશે.

આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ ડો, પારુલ બેન જોશીએ વિદ્યાર્થીઓને અમેરિકાના અનુભવોને ધ્યાનમાં લઇ એકાગ્રતા સાથે પ્રેરણા લેવા અનુરોધ કર્યો અને વધુમાં જણાવ્યું વિકસિત દેશોમાં જોડાવું અને ભારતમાં વધતા ના વ્યાપનો લાભ લેવા તાકીદ કરી , મંચ ઉપર સર્વશ્રી પ્રો. જે.એન.રાણા, ડો.કાકડ, ડો. નિરંજની, ડો. એચ એમ વ્યાસ, ડો. વી એસ પંડ્યા, ડો. મનીષા મોદી,ટ્રસ્ટી શાન્તિ ભાઈ ગણાત્રા, ડો. પી. જે જોશી;ડો. પી.કે.કચ્છી, ડો. એચ.પી. કાલોલા, પ્રો.સુહાની આશા બિરાજમાન હતા.

ટ્રસ્ટી શાંતિલાલે વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું કે ભારતીય સંસ્કૃતિ અને તેના વૈભવની યાદ તાજી કરી વિદ્યાર્થીઓને અમેરિકન બનાવોની માહિતી આત્મસાત કરી જીવન અને દેશનો વિકાસ કરવા અનુરોધ કર્યો.              

પૂર્વી મોદી- મલકાણે પોતાના દોઢ કલાકના પ્રવચનમાં ભારતથી આવેલા વિદ્યાર્થીઓને પ્રાથમિક, અડચણો, જીવનમાં કરવું પડતું 'એડજેસ્ટમેન્ટ'. સ્થાનિક શિક્ષણ વચ્ચે ,ભારતની શિક્ષણ પ્રણાલિકા ભેદ, અમેરિકન જીવન ને અનુલક્ષીને બાલ ઉછેર, શિક્ષકો અને વિદ્યાર્થીઓ ના સંબંધો, શાળા - કોલેજીય વાતાવરણ, અમેરિકાના નીતિનિયમો,  મની વેલ્યુ, જાતે તમામ કામ કરવાની પ્રથા, નિયમોનું કડક પાલન, વહન વ્યવહાર, શિસ્ત, દેશ પ્રેમ, નિર્ણય શકિત નો વિકાસ : વય નહિ, વર્કને મહત્વ,સ્વચ્છતા અને ગ્રીનેરી, માટે નાગરિક ફરજ નું સ્વેચ્છાએ પાલન, ઉચ્ચ અભ્યાસમાટે શિક્ષણ સહાય અને સરકારી આદેશ પ્રમાણે અભ્યાસ અને પાર્ટટાઈમ કામ ની ફરજીયાત સગવડ, અદભુત સરકારી લાયબ્રેરીઓનો વાપર, પોતાની ભાષા સાથે અન્ય ભાષા આદર, દરેક માણસ મળે ત્યારે વિનયશીલ વર્તણુક, લગ્ન, છુટા છેડા અને દરેક ને પોતાની ખાનગી લાઈફ ને માણવાનો અધિકાર, કોઈ ભંગ થાય તે સજા, કાનૂનમાં રાષ્ટ્રપતિ હોય કે નાનો વર્ગ સૌ સમાન વર્ગ બધા સરખા, મફત શબ્દને અમેરિકામાં તિલાંજલિ વગેરે અનેક મહત્વની ઝીણવટ ભરેલી બાબતો ની વિસ્તૃત છણાવટ કરી અને અંતે વિદ્યાર્થીઓ અને ઉપસ્થિતો એ પ્રશ્નીતરીમાં અભ્યાસુ દૃષ્ટિ નો લાભ પ્રેક્ષકગણે માન્યો અને બીજી વખત પધારવા આગ્રહ પણ કર્યો.

 કુશળતા પૂર્વક સંચાલન ડો. એમ મોદી-શ્રીમાનકરે અને આભાર વિધિ ડો. હર્ષા બેન કાલોલાએ કરી.

(11:45 am IST)