Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

કચ્છમાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા

કચ્છમાં હડપ્પીય સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે જમીનની થોડી જ ઊંડાઈએ ખોદકામ દરમિયાન પ્રાચીન સંસ્કૃતિના આ અવશેષો મળ્યા છે આધુનિક સાધનો વડે ઐતિહાસિક જગ્યાને શોધવામાં આવી છે.

  વર્ષ ૨૦૧૬ માં સાઇટ મળી આવ્યા બાદ કેરળ અને કચ્છના જીયોલોજીસ્ટ દ્રારા સંશોધન હાથ ધરાયું હતું. જેમાં ચાર પાંચ દિવસ પૂર્વે ખોદકામ શરૂ કરાયું હતું ખોદકામ સંસોધન કર્યા બાદ યુનીવર્સીટીના નિષ્ણાતો આ સ્થળનો અભ્યાસ કરશે.હાલ તો અવશેષો મળી આવવાથી ઇતિહાસકારોમાં કંઈક નવું જાણવાની ઈચ્છા જાગી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે , કચ્છમાં આવા અનેક સ્થળોએ પ્રાચીન અવશેષો દબાયેલા છે.જેનો સમયાંતરે ઇતિહાસવિદો દ્વારા અભ્યાસ કરાતો હોય છે.

(10:42 pm IST)