Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

અમરેલી બચાવો નાગરિક અભિયાન દ્વારા સાંજે ઘંટનાદ

અમરેલી, તા. ૬ : શહેરને ધણીધોરી વગરનું સમજી અને આડેધડ જંગલ કરતા પણ બદતર હાલત કરી દેવાતા લોકોમાં આક્રોશ ફાટી નિકળ્યો છે અને આજે અમરેલી બચાવી નાગરિક અભિયાન સમિતિ દ્વારા આજે પત્રકાર પરિષદ યોજી અને અમરેલીવાસીઓ દ્વારા અપાનારી લડતની રૂપરેખા આપવામાં આવી હતી. ભાજપના પ્રબુદ્ધ આગેવાન ડો. ભરતભાઇ કાનાબારે જણાવ્યું હતું કે, કુલ ચાર માંગણીઓ સાથે અમરેલીની જનતા તંત્રને આવેદન પાઠવશે અને તે પહેલા આજે બુધવારે સાંજે છ વાગ્યે અમરેલીના રાજકમલ ચોકમાં ઘંટનાદ કરી અને બહેરા તંત્રના કાને અમરેલીવાસીઓનો અવાજ પહોંચાડવામાં આવશે. મંગળવારે રાત્રે નવ વાગ્યે અગ્રણી નાગરિકો તથા સ્વેચ્છીક સંસ્થાઓના આગેવાનો વિવિધ ધાર્મિક અને સામાજીક સંગઠનોના પ્રતિનિધિઓ સાથે બેઠક રાશે તથા બુધવારે સાંજે છ વાગ્યે ઘંટનાદ અને તા. ૭ના રોજ ગુરૂવારે બપોરના ત્રણ વાગ્યાથી સાંજે છ વાગ્યા સુધી શહેરના ૧ર સ્થળો નાગનાથ ચોક, રાજકમલ ચોક, કાશ્મીરા ચોક, ટાવર ચોક, જુના માર્કેટ યાર્ડના દરવાજાએ, બીએમ ચોક લીલીયા રોડ, નાગરિક બેન્ક કેરીયા રોડ, રઘુવીર પાન બસ સ્ટેશન સામે, પંચમુખી હનુમાન મંદિર હનુમાનપરા ફાટક પાસે, ખેડૂત તાલીમ કેન્દ્ર પાસે ચક્રગઢ રોડ, સેન્ટર પોઇન્ટ સીનીયર સીટીઝન પાર્ક, કોલેજ ચોક લાઠી રોડ એમ બાર જગ્યાએ જે તે વિસતારના અગ્રણી નાગરિકો સહીઓલેશે અને તા. ૮ના શહેરના મુખ્ય માર્ગો ઉપર શહેરીજનોની પરિવાર સાથે વિરાટ રેલી સહીઓ સાથે કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવશે.

અમરેલી બચાવો નાગરિક અભિયાનને ટેકો આપનારા અમરેલી માર્કેટયાર્ડના ચેરમેન પી.પી. સોજીત્રાએ અમરેલી શહેરની વર્તમાન હાલત અંગે સચોટ ચિતાર આપતા જણાવેલ કે, અમરેલીમાં હાલમાં ચાલતા કામો સીધા સરકારના જે તે વિભાગ દ્વારા બનાવી દેવાયા હતા અને રોડ બન્યા પછી વરસાદી પાણીના નિકાલ માટેનું કામ શરૂ થતા નવા બનેલા માર્ગને ફરી તોડવામાં આવી રહ્યા છે અને પ્રજાના નાણાનો ધુમાડો થઇ રહ્યો છે. વરસાદી પાણીના નિકાલ પછી રિલાયન્સ, પીજીવીસીએલ, ગેસની પાઇપલાઇન જેવા કામો સીધા સરકારમાંથી કરાઇ રહ્યા છે અને અમરેલી પાલિકાનો એમા સીધો કોઇ રોલ ન હોવા છતાં ભોગવવાનો વારો પાલિકાનો આવે છે અને સંકલ્પનના અભાવે સરકારી નાણા વેડફાય છે.

આ અભિયાનમાં  ડો.ભરતભાઇ કાનાબાર, પી.પી.સોજીત્રા, ડો.વિનોદભાઇ રાવળ, ચતુરભાઇ અકબરી, ડો.પીયુષ ગોસાઇ, સંજયભાઇ વણજારા, ડો.ર્ષદભાઇ રાઠોડ, દિનેશભાઇ ભુવા, ડો.ભાવેશભાઇ રામાનુજ, હકુભાઇ ચૌહાણ,

ડો.એન.એલ.સોજીત્રા, યોગેશભાઇ કોટેચા, ડો.અશોકભાઇ પરમાર, કેતનભાઇ સોની, ડો.ભાવેશભાઇ મહેતા, કપીલભાઇ જાની, ડો.હિતેષભાઇ શાહ, અંતુભાઇ સોઢા, ડો. હરીશભાઇ ગૌસ્વામી, ભાવેશભાઇ સોઢા, ડો.અશોકભાઇ  શીંગાળા, લલીતભાઇ ઠુંમર, ડો.નીલેષભાઇ ભીંગરાડીયા, ચિરાગભાઇ ત્રિવેદી, ડો.કિશોરભાઇ યાદવ, સિધ્ધાર્થભાઇ ઠાકર, ડો.ભાનુભાઇ કીકાણી, મિતેશભાઇ તેરૈયા, ડો.ચંદ્રેશભાઇ ખુંટ, મુકુંદભાઇ મહેતા, ડો.સાપરીયા સાહેબ, બકુલભાઇ પંડયા, ડો.હિમાંશુભાઇ વાઝા, અનિલભાઇ રૂપારેલ, ડો.એસ.આર.દવે, મિતેષભાઇ ગણાત્રા, ડો.જયદીપ પટેલ, હિતેષભાઇ આડતીયા, ડો.પી.પી.પંચાલ, રણજીતભાઇ ડેર, ડો.વિરલ ગોયાણી, ચંદ્રેશભાઇ ધોળકીયા, ડો.નીખીલેશ જાની, કૌશીકભાઇ ટાંક, વિનુભાઇ ભાડ, આચાર્યભાઇ (ગાયત્રીમંદિર), કિશોરભાઇ અજુગીયા, ધર્મેન્દ્રભાઇ અગ્રાવત (ટોમ), પ્રદીપભાઇ વસાણી, આનંદભાઇ પોપટ, જયેશભાઇ ટાંક, ચેતનભાઇ રાવળ, દિપકભાઇ વઘાસીયા, રીતેશભાઇ ઉપાધ્યાય, વિપુલભાઇ ભટ્ટી, અજીજ ગોરી, શૈલીનભાઇ આદ્રેજા, રમેશભાઇ માતરીયા, આર.સી.ધાનાણી, દિલીપભાઇ ઠાકર, શશાંક મહાજન, સંજયભાઇ પંડયા, તુલસીભાઇ મકવાણા, કિશોરભાઇ મિશ્રા, હીરાભાઇ પડાયા, મનીષભાઇ જોષી, કમલેશભાઇ જોષી, ઉદયભાઇ ઉનડકટ, પિયુષભાઇ અજમેરા, નિલેશભાઇ જોષી, અલ્કાબેન ગોંડલીયા, મનસુરભાઇ ગઢીયા, રૂચીબેન શાહ, આનંદભાઇ ભટ્ટ, આશાબેન દવે, મગનભાઇ વાંઝા, રીટાબેન કાનાબાર, કાનો ઉપાધ્યાય, ધર્મિષ્ઠાબેન મહેતા, ચંદ્રીકાબેન લાઠીયા, સુરભીબેન શુકલ, ભાવનાબેન ઉનડકટ, અલ્કાબેન દેસાઇ સહીતનાએ ટેકો આપ્યો છે.

આ આંદોલનને ડોકટરર્સ એસોસીએશન, ચેમ્બર ઓફ કોમર્સ, ડાયમંડ એસોસીએશન, વકીલ મંડળ, રોટરી કલબ ઓફ (સીટી), રોટરી કલબ ઓફ (ગીર), સમર્થ વ્યાયામ મંદિર (અખાડો), લાયન્સ કલબ ઓફ (મેઇન), લાયન્સ કલબ ઓફ (સીટી, સંવેદન ગૃપ, સીનીયર સીટીઝન સોસાયટી, સદભાવના ગૃપ, ચાંદની ચોક, સમર્પણ પરીવાર, લોકસાહીત્ય સેતુ, જૈન સોશ્યલ ગૃપ, શ્યામ યુવક મંડળ, શ્રી વિશ્વકર્મા કારીગર મંડળ, સોની યુવક મંડળ, આર્ટ ઓફ લીવીંગ, સંસ્કાર ગૃપ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ, શ્રી સ્વામીનારાયણ મુખ્ય મંદિર પાણી દરવાજા, સંત સ્વામી કરૂણાનંદ સેવા સમીતી, પ્રજાપીતા બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય, બીએપીએસ શ્રી સ્વામીનારાયણ સંસ્થાનએ સમર્થન આપ્યું છે. (૮.૧પ)

(3:49 pm IST)