Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

બગોદરાના રોયકામાં ચાની હોટલ મુદ્ે જુથ અથડામણઃ ૩ને ઇજા

 વઢવાણ તા. ૬ :.. બગોદરાના રોયકા ચોકડી પાસે હાઇવે ઉપર આવેલ ચા-પાણીની હોટલ બાબતને લઇને એક જ જ્ઞાતિના બે જુથ્થો વચ્ચે મારા મારી થવા પામેલ છે. ત્યારે મારા મારીમાં ધોકા-લાકડી જેવા હથિયારો વડે સામ સામા બન્ને પક્ષો આવી જતા હિંસક અથડામણ સર્જાવા પામેલ છે.

ત્યારે ઘાયલ થયેલા ત્રણેય વ્યકતીઓને હાલમાં અમદાવાદ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જયારે બગોદરા પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મા આ હાઇવે ઉપર આવેલ હોટલના માલીકને લઇને બન્ને એક જ પરીવારના જુથો સામ-સામા આવ્યા છે. જયારે હાલમાં તપાસ ચાલુ છે અને ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.(પ.ર૪)

(3:49 pm IST)