Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

મોરબીના વિસીપરા વિસ્તારમાં યુવાનની હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી છે.ધટનાની જાણ થતા ડીવાયએસપી સહિત મોરબી બી ડીવીઝન પોલીસ કાફલો ધટના સ્થળે દોડી ગયો હતો અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબીના વિસીપરા વિસ્તારમાં આવેલ પાલિકાના જર્જરિત કોમ્યુનીટી હોલમાંથી યુવાનની હત્યા કરેલ હાલતમાં મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઈ ગઈ છે.ધટનાની જાણ થતા મોરબી જીલ્લા ડીવાયએસપી સહિત એલ.સી.બી., એસ.ઓ.જી. અને બી ડીવીઝન પોલીસ કાફલો ધટના સ્થળે દોડી ગયો ગયો.મૃતક યુવાનનું નામ નીલેશ ઉર્ફે લીંબડ ધનજીભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું.પોલીસે મૃતદેહને પી.એમ. માટે ખસેડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.મૃતક યુવાનની હત્યા કયા કારણોસર કરવામાં આવી અને કોણે કરી તે હજુ સુધી જાણવા મળ્યું હતું.

(12:56 pm IST)