Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

ગારીયાધારના શખ્સ દ્વારા ફોટાઓ સાથે આઇજીને ઇંગ્લીશ દારૂની અરજી

ગારીયાધારમાં આર.આર.સેલની ટીમ દ્વારા ઇંગ્લીશ દારૂની કરાઇ તપાસ

ગારીયાધાર, તા. ૬ : ગારીયાધાર શહેરમાં આજરોજ આઇજી વિભાગની આર.આર.સેલ દ્વારા ઇંગ્લીશ દારૂની તપાસ માટે આવી હતી.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગારીયાધાર શહેરના શખ્સ દ્વારા આઇજી વિભાગમાં શહેરમાં બુટલેગર અને પોલીસના કર્મીઓની મીલીભગતથી ઇંગ્લીશ દારૂનું વેચાણ થતું હોવાની લેખીતમાં રાવો કરવામાં આવી હતી.

જે અનુસંધાને આજેે બપોરે ૧ વાગ્યાના અરસામાં આર.આર. સેલના ત્રણથી ચાર કર્મચારીઓ દ્વારા અરજદારની મુલાકાત લઇ બુટલેગરના ઘર પર તપાસ કરી નિવેદનો લેવામાં આવ્યા હતા. જેની સઘળી માહિતીઓ અને નિવેદનો સાથે ૩ કલાક જેટલો સમય લઇ આ આર.આર.સેલની ટીમ ભાવનગર પરત રવાના થઇ હતી. (૮.૬)

(11:23 am IST)