Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

જસદણ તાલુકાની ૪ ગ્રામ પંચાયતમાં કોંગ્રેસ, જશાપરમાં ભાજપનો વિજય

આટકોટ-જસદણ તા. ૬ :.. જસદણ તાલુકાની ગ્રામ પંચાયતોની અમુક બેઠકો સમરસ થયા  બાદ આજે  પરિણામ જાહેર થતા સમરસ સિવાયની ૪ ગ્રામ પંચાયત ઉપર કોંગ્રેસનો વિજય થયો છે. જશાપર બેઠક ઉપર ભાજપનો વિજય થયો છે.

રવિવારે મતદાન થયા બાદ આજે મતગણતરી હાથ ધરાઇ હતી. જેમાં શિવરાજપૂર, સાણથલી, ઝૂંડાળા, લીલાપુર ગ્રામ પંચાયત ઉપર કોંગ્રેસ પ્રેરીત સરપંચનો વિજય થયો છે. જયારે જશાપર ગ્રામ પંચાયત ઉપર ભાજપનો વિજય થયો છે.

આ ઉપરાંત ઇશ્વરીયા, દોલતર, કડુકા, ગ્રામ પંચાયત કોંગ્રેસ પ્રેરીત અને જૂનાા પીપળીયા બિન રાજકીય સમરસ થઇ છે.

(3:56 pm IST)