Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

જેતપુરના મોટા ગુંદાળામાં જૂગારના હાટડા પર પોલીસ ત્રાટકીઃ ૧૦ શખ્સો પકડાયા

જેતપુર તા. ૬ :.. જેતપુરના મોટા ગુંદાળામાં વાડીમાં ચાલતા જૂગારના હાટડા પર તાલુકા પોલીસે રેઇડ કરી જૂગાર રમતા ૧૦ શખ્સોને ઝડપી લીધા હતા.

તાલુકા પીએસઆઇ એચ. એ.જાડેજાને  મળેલ બાતમી કે તાલુકાના મોટા ગુંદાળા ગામે પટેલ શખ્સ પોતાની વાડીમાં જૂગારનો અખાડો ચલાવતો હોય જે આધારે ગઇકાલે સ્ટાફના મુસ્તફાભાઇ. રાજુભાઇ શામળા, રાજુભાઇ ઉકાભાઇ સહિતના ને સાથે રાખી મોટા ગુંદાળા ગામે આવેલ બચુ ગાંગાભાઇ કોટડીયાની વાડીમાં જૂગાર અંગેની રેડ કરતા તીનપતીનો જૂગાર રમતા રાજેન્દ્ર બાવનજીભાઇ વાછાણી, (રહે. ફરેણી) રણછોડ જેરામભાઇ અમીપરા, જેન્તી દેવરાાજભાઇ બાંભરોલીયા, ભુપત બચુભાઇ અમીપરા (રહે. મોટા ગુંદાળા) દિપુ નાગજીભાઇ બાવળીયા, રમેશ પ્રભુભાઇ (રહે બન્ને ગુલાબનગર ફરેણી રોડ, ધોરાજી) અશ્વિન રણછોડભાઇ પબાણી (રહે. લુણાગરા) જમન નરશીભાઇ રાબડીયા (રહે. ફરેણી) પ્રફુલ ધીરૂભાઇ વાગડીયા (રહે. કઠીયાવાડી-ધોરાજી) તથા વાડી માલીક બચુ કોટડીયાને રોકડ રૂપીયા ૩૦,૪૯૦ તેમજ મોટર સાયકલ ૪ રૂ. ૬૦,૦૦૦ મો. ૧૦ કિ.રૂ. ૧૦,પ૦૦ મળી કુલ રૂ. ૧,૦૦,૯૯૦ ના મુદામાલ સાથે તમામની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે તાલુકા પી. એસ. આઇ. જાડેજાએ દારૂ, જૂગાર ઉપર ધોસ બોલાવતા દારૂ-જૂગારના ધંધાર્થીઓમાં ફફડાટ મચીગયો છે.

(3:53 pm IST)