Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

કલોઝ ગોડાઉનનો ભાડા કરાર પણ, છે ખુલ્લુ ! આખો દિ' રેઢુ પડ રહેતુ'તુ

ગુજરાત સ્ટેટ કો.ઓપ ફેડરેશન લી સાથેના ગોડાઉન ભાડા કરારમાં અનેક શરતોનો ખુલ્લેઆમ ભંગ : દિવસ-રાત્રીના બે ચોકીદારની શરત પણ રાત્રે એક જ ચોકીદાર આવતો હતો :ગોડાઉનમાં લાઇટ કનેકશન પણ નથીઃ બાજુના ગોડાઉનમાંથી ગેરકાયદેસર વિજ કનેકશન લેવાયુ

રાજકોટ તા.૬ : ગોંડલના મગફળી અગ્નિકાંડમાં જે ગોડાઉન ગુજરાત સ્ટેટ કો.ઓ. ફેડરેશન લી. દ્વારા રખાયુ છે તે રામરાજય કોટેક્ષ ગોડાઉન સાથેના ભાડા કરારમાં અનેક શરતોનુ ખુલ્લેઆમ ભંગ થયો હોવાનુ સીઆઇડી ક્રાઇમની તપાસમાં ખુલ્યુ છે.

સીઆઇડીના ડીઆઇજી દિપાંકર ત્રિવેદીએ જણાવ્યુ હતુ કે, ભાડા કરાર કલોજ ગોડાઉનનો છે પણ ગોડાઉન ખુલ્લુ (ઓપન) છે, આ ગોડાઉનમાં દિવસ અને રાત્રીના બે ચોકીદાર રાખવાની શરત છે પરંતુ દિવસે કોઇ ચોકીદાર ન હતા. રાત્રે એક જ ચોકીદાર આવતો હતો. દિવસ દરમ્યાન મગફળીના જથ્થા સાથેનુ ગોડાઉન રેઢુ પડ રહેતુ હોવાનુ ખુલ્યુ છે એટલુ જ નહી ગોડાઉન વિજ કનેકશન પણ નથી બાજુના રઘુવીર કોટન મીલમાંથી આ ગોડાઉન માટે ગેરકાયદેસર વિજ કનેકશન લેવામાં આવ્યુ છે તેમજ ગોડાઉનમાં ફાયરની સુવિધા રાખવાની જોગવાઇ છે આ ગોડાઉનમાં ફાયરની કોઇ જ સુવિધા નથી.  ગુજકોટ અને ગોડાઉન માલીકના ભાડા કરારમાં અનેક શરતો સામેલ છે પરંતુ મોટાભાગની શરતોનુ ખુલ્લેઆમ ભંગ કરાયો છે. આ અંગે તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવશે.

(3:49 pm IST)