Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

પોરબંદરના ર જવેલર્સમાં બીજે દિવસે ઇનકમ ટેક્ષ દરોડા કામગીરી

અન્ય જવેલર્સમાં ફફડાટઃ રાત્રે વહેલી દુકાનો બંધ કરી

પોરબંદર, તા., ૬: માણેક ચોક નજીક જવેર જવેલર્સ તથા પુજા જવેલર્સમાં ગઇકાલે જામનગરની ઇન્કમટેક્ષ ટીમ દ્વારા દરોડા બાદ આજે સવારે બીજે દિવસે કામગીરી ચાલુ રહી છે.

બન્ને જવેલર્સને ત્યાં આખી રાત ઇન્કમટેક્ષ દરોડાની કામગીરી ચાલી હતી. હજુ ડીસ્કલોઝર બહાર આવેલ નથી. ગઇકાલે દરોડા બાદ અન્ય જવેલર્સમાં  ફફડાટ વ્યાપી ગયેલ અને દુકાનો વહેલી બંધ કરી ચાલ્યા ગયેલ હતા.

(3:42 pm IST)