Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

અમરેલીમાં જોરદાર વરસાદી ઝાપટુઃ રસ્તા ભીના થઇ ગયા

અમરેલી, તા., ૬ : ગઇકાલ સવારથી રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળછાંયુ વાતાવરણ રહયા બાદ છુટા છવાયા વરસાદી ઝાંપટા પડયા હતા.

આજે સવારથી જ  વાદળીયું વાતાવરણ  છવાયેલું રહયું છે. આવા વાતાવરણ વચ્ચે આ લખાય છે ત્યારે બપોરે ૩.૩૦ વાગ્યા આસપાસ અમરેલીમાં જોરદાર વરસાદી ઝાપટુ વરસી ગયું છે. આ વરસાદથી રસ્તા ભીના થઇ ગયા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. (૪.૧૭)

(3:35 pm IST)