Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

મોરબીમાં પટેલ વૃધ્ધને પોલીસ કર્મીએ મારમાર્યાનો વિડીયો વાઇરલ : સામસામી ફરીયાદ

મોરબી, તા. ૬ : મોરબીના રવાપર કેનાલની ચોકડી પાસે વૃધ્ધવાહન ચાલક અને પોલીસ વચ્ચે થયેલ મારામારી બાદ વૃધ્ધે અજાણ્યા પોલીસના માણસો સામે ગળોભાડી ગરમાર્યાની પોલીસમાં ફરીયાદ નોંધાવી છે.

મોરબીના રવાપર રોડ પર રહેતા લક્ષ્મણભાઇ ગોવિંદભાઇ દેત્રોજા-પટેલ (ઉ.પ૭) ગઇકાલે મોરબી રવાપર કેનાલ ચોકડી પાસેથી મો.સા. લઇ જઇ રહ્યા હતા ત્યારે ચોકડી પર ફરજ બજાવતા પોલીસકર્મીએ તેમને ખોટી રીતે ગાળો ભાંડી પોલીસના માણસોએ તેમને લાકડીથી મુઢમાર માર્યાની પોલીસમાં ફરયાદ નોંધાવી છે. આ બનાવે ગઇકાલે મોરબી શહેરમાં ખાસી ચર્ચા જગાવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રવાપર કેનાલ ચોકડી નજીક ટ્રાફિક પોલીસમાં ફરજ બજાવતા કોન્ટેબલ પર એક વાહન ચાલકે પથ્થર્ર વડે હુમલો કરી દેતા ઇજાગ્રસ્ત પોલીસકર્મીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયો હતો.

ગઇકાલે રાજુભાઇ બાવરીયા નામન ટ્રાફિક પોલીસ કોન્ટેબલ રવાપર કેનાલ ચોકડી પાસે ફરજ બજાવી રહ્યા હતા ત્યારે એક વૃધ્ધ વાહન ચાલક સાથે તેને બોલાચાલી થઇ હતી અને બાદમાં પોલીસ કોન્ટેબલ અને વૃધ્ધ લક્ષમણભાઇ ગોવિંદભાઇ વચ્ચે મારમારી થઇ હતી. જેમાં વૃધ્ધે પોલીસ કોન્સ્ટેબલના માથામાં પથ્થર મારતા તેને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવના પગલે સ્થળ પર ધસી ગયેલ પોલીસે વૃધ્ધને ઝડપી લીધો હતો. અને હુમલાનો ભોગ બનનાર પોલીસ કર્મી દ્વાા ફરજમાં રૂકાવટનો ગુનો નોંધવા તજવીજ હાથ ધરાઇ હતી.

સુત્રોના જણાવ્યા મુજબ પોલીસના અયોગ્ય વતનના કારણે બનાવ બન્યો હતો અને બીજી તરફ વૃધ્ધને પોલીસ કર્મી મારતો હોય તેવો વિડીયો સોશીયલ મિડીયામાં વાઇરલ થતા ચકચાર મચી ગઇ હતી.

આ બનાવના પાટીદાર સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હોવાનું મોરબી જીલ્લા મહિલા ભાજપના પ્રમુખ મંજુલાબેન દેત્રોગએ જણાવ્યું હતું અને આ બાબતે આગળ કાર્યવાહી કરવાના તેમને સંકેતો પણ આપ્યા હતા. (૯.૬) 

(1:55 pm IST)