Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ધાર્મિક કાર્યો કલ્યાણ માટે થવા જોઇએ, કાટમાળ માટે નહીઃ પૂ. મોરારીબાપુ

સાવરકુંડલામાં શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરના લાભાર્થે આયોજીત 'રામકથા'નો ચોથો દિવસ

રાજકોટ તા. પ :.. 'શ્રીરામ કથા, શ્રી ભાગવત કથા, યજ્ઞો સહિતના ધાર્મિક કાર્યો લોક કલ્યાણ માટે થવા જોઇએ. કાટમાળ માટે નહી' તેમ પૂ. મોરારીબાપુએ સાવરકુંડલા ખાતે શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર ખાતે આયોજીત શ્રીરામ કથાના ચોથા દિવસે જણાવ્યું હતું.

પૂ. મોરારીબાપુએ ધાર્મિક કાર્યો કરીને તેની આવક યોગ્ય જગ્યાએ કરવાના બદલે પોતાની માટે કરતા આયોજકો સામે આક્રોશ  વ્યકત કરીને આયોજકો આવા ધાર્મિક કાર્યો બાદ મકાનો બનાવી નાખે અને વકરો કરી નાખે તે વાત અયોગ્ય છે.

પૂ. મોરારીબાપુએ વધુમાં કહ્યું કે જેણે ખરેખર -સાચા હૃદયથી સેવા કરવી છે એના કેટલાક સેવયજ્ઞના લક્ષણો છે (૧) જેણે સેવા કરવી હોય એને કયારેય સુખની આકાંક્ષા ન રાખવી. મને આ મળી જશે, ન કરવી (ર) સેવા પ્રસિધ્ધિ મુકત હોવી જોઇએ કોઇ અપેક્ષા આંકાક્ષાથી મુકત કોઇપણ પ્રકારની પ્રસિદ્ધિથી કેવળ નિષ્ઠામ ભાવથી સેવા થવી જોઇએ (૩) સ્પર્ધાથી નહિ, શ્રધ્ધાથી સેવા કરવી. સેવા કરવામાં કોઇપણ જાતની સ્પર્ધા ન કરાય સાહેબ... અને અહીં તો દાનવીરતાના ઉભરા આવે છે. કાર્ય થઇ રહ્યું છે. એ વિચાર વિશ્વ સુધી જાય. સેવા રાખજો કે દેવતાઓની પુજા થાય. માનવીઓની તો સેવા જ થાય., માનવીઓની પૂજા ન થાય. ભકિત પૂજા બંધ કરો, વ્યકિતને પૂજા નહિ. એની સેવા કરો. નિષ્કામ ભાવથી, સમર્પિત ભાવથી સેવા થાય એટલી ઓછી. રામચરિત માનસમાં પણ ૪૦ વખત સેવા શબ્દ આવ્યો છે.

પૂ. મોરારીબાપુએ ગઇકાલે ત્રીજા દિવસે કહ્યું કે સાધુ ધર્મસ્થાન નથી, સાધુ તીર્થ સ્થાન છે ધર્મ સ્થાન બંધિયાર હોય, જયારે તીર્થો વહે છે સાધુને કોઇ દિવસ ધર્મસ્થાન નહિ સમજતા કેમ કે એનો હોતો, કોઇ વિશેષણ નથી હોતું. એતો સતત નિરંતર તીર્થની માફક વહેતો રહે છે એ જ રીતે સાધુ વૃક્ષ જેવો છે. સાધુ સરિતા જેવો છે. સાધુ પર્વત છે. સાધુ ધરતી છે. ધરતી એની ધરી પર જ ધુમતી રહે છે. સાધુ પણ સત્ય-પ્રેમ અને કરૂણાની ધરી પર ફરતો રહેવો જોઇએ. 

અનામી  દાતા, તારા ૩૦૦ રૂપિયા આ આરોગ્ય મંદિરને અર્પણ

રાજકોટ :  લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરના સેવાર્થે ગવાઇ રહેલી રામકથાના દેશ-દુનિયામાંથી અનેક શ્રાવકો-ભાવકો-દાતાઓ દ્વારા દાનની સરવાણી અવિરત વહી રહી છે. ત્યારે સૌની આંખ ભીની કરે એવો પત્ર બાપુને કોઇ અનામી વ્યકિતએ મોકલ્યો હતો.

જેમાં લખ્યુ હતુ કે, બાપુ, આ કથાની જાહેરાત થઇ ત્યારથી જ મારી ઇચ્છા હતી કે હું પણ કંઇક દાન અર્પણ કરૃં. પરંતુ હુ ઘર-બાર વાળો માણસ છું, મારી ઘરે પત્ની અને બાળકો છે. પણ મારે આ કથામાં ૩૦૦ રૂપિયા અર્પણ કરવા છે. જેનો જોગ નથી. પણ બાપુ, મારા વતી તમે ૩૦૦ રૂપિયા આપી દેજો એકાદ મહિનામાં હું તલગાજરડા આવીશ ત્યારે મારૂ નામ અને ગામ બન્ને જણાવીશ બાપુએ આ પત્ર વિચાર મુજબ ત્વરિત નિલેશભાઇ (સંગીતની દુનિયા) ને બોલાવી તેમના પાસેથી ૩૦૦ રૂપિયા લઇને તરત જ કહ્યું હતું કે પ્રણવ તુ અત્યારે જ લઇ જ ા. લે બાપ... અનામી દાતા, તારા ૩૦૦ રૂપિયા આ આરોગ્ય મંદિરને અર્પણ... અને સૌએ આ વાત-વિચારને તાળીઓથી ભીની આંખે વધાવી લીધી હતી.

લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિર માટે દાતાઓ દ્વારા વહેલી દાનની સરવાણીથી વિગત આપવામાં આવી હતી કથા નવેય દિવસ દરમ્યાન જયોત સે જયોત યોજના હેઠળ પણ શ્રોતાઓ-દાતાઓરોજના ૧૦ રૂ. દીઠ પોતાનું સેવા-દાન અર્પણ કરી શકે છે. એ યોજના અંતર્ગત કથાના ત્રણ દિવસ દરમિયાન રૂ. ર લાખ ૭૦ હજાર જેવી રકમ એકઠી થઇ છે. સંચાલન કવિ પ્રણવ પંડયાએ સંભાળ્યું હતું.

સાવરકુંડલા પૂ. મોરારીબાપુની રામકથાના મુખ્ય યજમાન રઘુવંશી સમાજના પાબારી પરિવાર

સાવરકુંડલા તા. ૬ :.. નિઃશુલ્ક આરોગ્ય સેવા આપી રહેલા શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરના લાભાર્થે પૂજય મોરારીબાપુની રામકથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

આ રામકથાનાં મુખ્ય યજમાન લંડન સ્થિત રઘુવંશી સમાજનાં ઉદાર દીલી એવા પાબારી પરિવાર રહ્યા હોય સાવરકુંડલાનાં સમસ્ત રઘુવંશી સમાજનાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.

અને સાવરકુંડલા રઘુવંશી સમાજનાં યુવાનો રામકથામાં તન-મન-ધનથી ખડે પગે સેવા આપી રહ્યા છે.

આ આરોગ્ય મંદિરનાં ટ્રસ્ટી અને સુરત સ્થિત ઉદ્યોગપતિ શ્રી સવજીભાઇ ધોળકીયાએ રઘુવંશી સમાજનાં મુખ્ય યજમાન પાબારી પરિવારની જાહેરમાં સરાહના કરી હતી. સાવરકુંડલામાં ચાલી રહેલી આરામ કથામાં અન્ય તમામ સમાજનાં લોકો પણ ઉત્સાહભેર સેવા આપી રહ્યા છે.

સાવરકુંડલા પૂ. મોરારીબાપુની રામકથાના મુખ્ય યજમાન રઘુવંશી સમાજના પાબારી પરિવાર

સાવરકુંડલા તા. ૬ :.. નિઃશુલ્ક આરોગ્ય સેવા આપી રહેલા શ્રી લલ્લુભાઇ શેઠ આરોગ્ય મંદિરના લાભાર્થે પૂજય મોરારીબાપુની રામકથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે.

આ રામકથાનાં મુખ્ય યજમાન લંડન સ્થિત રઘુવંશી સમાજનાં ઉદાર દીલી એવા પાબારી પરિવાર રહ્યા હોય સાવરકુંડલાનાં સમસ્ત રઘુવંશી સમાજનાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.

અને સાવરકુંડલા રઘુવંશી સમાજનાં યુવાનો રામકથામાં તન-મન-ધનથી ખડે પગે સેવા આપી રહ્યા છે.

આ આરોગ્ય મંદિરનાં ટ્રસ્ટી અને સુરત સ્થિત ઉદ્યોગપતિ શ્રી સવજીભાઇ ધોળકીયાએ રઘુવંશી સમાજનાં મુખ્ય યજમાન પાબારી પરિવારની જાહેરમાં સરાહના કરી હતી. સાવરકુંડલામાં ચાલી રહેલી આરામ કથામાં અન્ય તમામ સમાજનાં લોકો પણ ઉત્સાહભેર સેવા આપી રહ્યા છે.

(1:54 pm IST)
  • વડોદરાના ખોખર ગામે ચૂંટણી જીતી ગયેલ સરપંચ પર પથ્થરમારો : હારેલા ઉમેદવારોના ટેકેદારોએ પથ્થરમારો કર્યો : સાવલીના ખોખર ગામની ઘટના access_time 6:04 pm IST

  • રાજકોટમાં કમોસમી માવઠું : અનેક વિસ્તારોમાં પડ્યા વરસાદી છાંટા access_time 8:02 pm IST

  • પાક. દ્વારા વારંવાર કરવામાં આવતા યુદ્ધવિરામના ભંગ અંગે પ્રહાર કરતા શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું, 'શું આપણી મિસાઈલો માત્ર ૨૬મી જાન્યુઆરીના પ્રદર્શન માટે જ છે?' access_time 11:37 am IST