Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

લૂંટના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર સલમાન મોવરને પકડી લેતી મોરબી એસ.ઓ.જી.

મોરબી તા. ૬ : જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડની સૂચના મુજબ જિલ્લામાં નાસતા ફરતા આરોપી પકડી પાડવાઙ્ગ અને મોરબી એસ.ઓ.જી.પી.આઈ. એસ.એન.સાટી ના માર્ગદર્શન હેઠળ મોરબી ટાઉનમાં પેટ્રોલીંગ દરમ્યાન ફારૂકભાઇ પટેલ તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયાને મળેલ ખાનગી હકિકત આધારે મોરબી વીશીપરામાંથી ટંકારા પોલીસ સ્ટેશન વર્ષ ૨૦૧૫ થી લૂંટના ગુનામાં નાસ્તા ફરતો આરોપીઙ્ગ સલમાન ઇકબાલભાઇ જુસબભાઇ મોવર જાતે મિયાણા (ઉ.વ.ર૦), રહે.ખન્ના માર્કેટ,ગાંધીધામઙ્ગ જી.કચ્છ)ને ધરપકડ કરી ને ટંકારા પોલીસ સ્ટેશનને સોપવામાં આવેલ છે.

આ કામગીરી મોરબી એસ.ઓ.જી. ટીમનાઙ્ગ અનિલભાઇ ભટ્ટ , શંકરભાઇ ડોડીયા તથા જયપાલસિંહ ઝાલા,ઙ્ગ કિશોરભાઇ મકવાણા,  પ્રવિણસિંહ ઝાલા, મયુરધ્વજસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, ભરતસિંહ ડાભી અને વિજયભાઈ ખીમાણીયા સહિતનો સ્ટાફ સામેલ હતો.

(1:07 pm IST)