Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

જામનગર નાગર ચકલામાં જુગારના અખાડામાં રૂ.૨,૫૯, ૦૦૦ના મુદામાલ સાથે નવ ઇસમોને પકડી પાડતી પોલીસ

જામનગરના પોલીસ અધિક્ષક પ્રદીપ શેજુળના સુચના તથા એલ.સી.બી. પો.ન્સ. આર.એ.ડોડીયાની માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્ટાફના કમલેશ રબારી તથા નિર્મળસિંહ બી.જાડેજા તથા મિતેશભાઇ પટેલ હકિકતના આધારે નાગર ચકલો, છાપીયા શેરીમાં રહેતા મનસુખભાઇ જેરામભાઇ નકુમના મકાનમાં અખાડા ઉપર રેઇડ કરી નીચે મુજબના નવ આરોપીઓ અને રોકડ રૂ.૨૯૦૦૦ તથા ફોરવ્હીલ કાર-૦૧ કિ.રૂ.૨,૦૦,૦૦૦ તથા મો.સા.૦૧ કિ.રૂ.૩૦,૦૦૦ મળી કુલ રૂ.૨,૫૯,૦૦૦ના મુદામાલ સાથે પકડી પાડી, તમામ વિરૂધ્ધ એ.એસ.આઇ. વશરામભાઇ આહિરની ફરીયાદ આધારે પીએસઆઇ વી.વી.વાગડીયાએ જુગારધામ હેઠળ કાયદેસરની કાર્યવાહિ કરેલ છે. આરોપીઓ (૧)મનસુખભાઇ (૨)ઉમેદભાઇ જેરામભાઇ નકુમ સતવારા (૩)ઇકબાલભાઇ નુરમામદ દોઢીયા સુમરા રહે.કાલાવડ, કુંભનાથપરા, (૪)ઇમરાન સુલેમાનભાઇ બાનાણી મેમણ રહે.કાલાવડ, જુની ચકકી વાળી શેરી, (૫)નિરૂભા મેરૂભા જાડેજા ગીરા રહે. ખંઢેરાગામ તા.કાલાવડ (૬)મહેબુબ ઇશાકભાઇ ભગત મેમણ રહે. નેશનલપાર્ક, કાલાવડ નાકા બહાર,(૭)સંજયભાઇ મનસુખભાઇ નકુમ સતવારા રહે. નાગરચકલો, (૮)બસીરભાઇ આમદભાઇ ખફી સુમરા રહે.કિશાન ચોક, ઉનની કંદોરી, (૯)રાજેશભાઇ રામજીભાઇ અકબરી પટેલ રહે. કાલાવડ, ગોંવીદપરા છે.

આ કાર્યવાહી ઝાલા, બસીરભાઇ મલેક,હરપાલસિંહ સોઢા, હરેન્દ્રસિંહ જાડેજા, ભરતભાઇ પટેલ, નાનજીભાઇ પટેલ, ગજેન્દ્રસિંહ જાડેજા, શરદભાઇ પરમાર, ભગીરથસિંહ સરવૈયા, હરદિપભાઇ ધાંધલ નિર્મળસિંહ એસ.જાડેજા દિનેશભાઇ ગોહીલ, દિનેશભાઇ ગોહિલ, લક્ષ્મણભાઇ ભાટીયા એ.બી.જાડેજા. અરવિંદગીરી વિગેરે દ્વારા કરવામાં આવેલ છે.

(1:03 pm IST)