Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ગીરનારની ગોદમાં શુક્રવારથી મહાશિવરાત્રી મહોત્સવ

શ્રી આપાગીગાની જગ્યા - સતાધાર અને શ્રી આપાગીગા ઓટલા દ્વારા જાહેર અન્નક્ષેત્ર ધમધમશે : ૯મીએ સાધુ - સંતોના હસ્તે ધ્વજારોહણ : ૧૩મીના મહાશિવરાત્રી સુધી ભજન - ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ : આવતા મંગળવારે વિજયભાઈ રૂપાણીનું સ્વાગત - સન્માન : નગરજનો - ધર્મપ્રેમીજનોને જાહેર આમંત્રણ પાઠવતા નરેન્દ્રબાપુ

રાજકોટ, તા. ૬ : આગામી તા.૯ શુક્રવારે સવારે ૧૧:૪૫ કલાકથી સંતો - મહંતો મહામંડલેશ્વરશ્રીઓના હસ્તે શિવરાત્રી મહોત્સવમાં ધર્મધ્વજાનું રોપણ કરી શ્રી મહાશિવરાત્રી મહોત્સવના અન્નક્ષેત્રને સંતો - મહંતોના હસ્તે ખુલ્લુ મૂકવામાં આવશે. જેમાં ગુજરાતભરના દરેક અખાડાના તેમજ ભકત કોટીના સંતો- મહંતો પૂ.શ્રી ગોપાલનંદજી મહારાજ (પ્રમુખ, અ. ભા. સાધુ સમાજ, બીલખા), પૂ.શ્રી મહામંડલેશ્વર ભારતીજી મહારાજ (શ્રીભારતી આશ્રમ, જૂનાગઢ), પૂ. મહંત શ્રી મુકતાનંદજી મહારાજ (શ્રી સુરેવધામ, ચાંપરડા), પૂ.મહંત શ્રી શેરનાથજીબાપુ (શ્રી ગોરખનાથ આશ્રમ, જૂનાગઢ), પૂ. મહંત શ્રી ઈન્દ્રભારતીજી મહારાજ (શ્રી રૂદ્રજાગીર આશ્રમ, ભવનાથ) મહામંડલેશ્વર શ્રી લલીતકિશોરજીબાપુ (શ્રી મોટામંદિર, લીંબડી), પૂ. શ્રી સદાનંદ સરસ્વતીજી (શારદામઠ - દ્વારકા), પૂ.મહંત શ્રી ગોપાલગીરીજી (જાનીવડલા - ચોટીલા), પૂ.શ્રી બજરંગદાસબાપુ (મહામંડલેશ્વર - વેરાવળ), પૂ. મહંત મહારાજશ્રી વલકુબાપુ શ્રી દાનમહારાજની જગ્યા, ચલાલા), પૂ.મહંત શ્રી નિર્મળાબા (શ્રી વિસામણબાપુની જગ્યા, પાળીયાદ), પૂ. મહંત શ્રી કિશોરબાપુ (શ્રી લાખાબાપુ જગ્યા, સોનગઢ), પૂ.મહંત શ્રી દિનકરદાસબાપુ (શ્રી આપારતાની જગ્યા, મોલડી), પૂ. મહંત શ્રી કરશનદાસબાપુ (પરબધામ), ધર્મભૂષણ મહંત શ્રી રાજેન્દ્રદાસબાપુ (શ્રી નકલંકધામ, તોરણીયા) (શ્રી શ્યામ મંદિર - તુલસીશ્યામ), પૂ.મહંત શ્રી નિરૂબાપુ (શ્રી દાનમહારાજની જગ્યા - સણોસરા), પૂ. મહંત શ્રી જીણારામબાપુ (શ્રી મોંઘીબાની જગ્યા- સિહોર), પૂ. મહંત શ્રી જેરામબાપુ (શ્રી આપાગીગાની જગ્યા, બગસરા), પૂ. મહંત શ્રી લવજીબાપુ (શ્રી ખોડીયાર મંદિર, નેસડી), પૂ. મહંત શ્રી બંસીદાસજીબાપુ (શ્રી આપાઝાલાની જગ્યા, મેસરીયા), પૂ.શ્રી સદાનંદજીબાપુ (શ્રી બ્રહ્માનંદ આશ્રમ, ચાંપરડા), પૂ. મહંત શ્રી હસુબાપુ (શ્રી કાનજીબાપુની જગ્યા, સાવરકુંડલા), પૂ. મહંત શ્રી જયંતિબાપુ (શ્રી આપાગીગા જગ્યા, માંડવડા), પૂ.મહંત શ્રી ગોકળબાપુ (શ્રી આપાગીગા જગ્યા, જંગર), પૂ. મહંત શ્રી પરશુરામબાપુ (શ્રી આપાગીગા જગ્યા, આંકડીયા), પૂ. મહંત શ્રી કાનદાસબાપુ (શ્રી આપાગીગા જગ્યા, કમઢીયા), પૂ. મહંત શ્રી જગદીશબાપુ (શ્રી આપાગીગા જગ્યા, કમઢીયા), પૂ.મહંત શ્રી બાબુદાસબાપુ (શ્રી આપાગીગાની જગ્યા, કેરાળા), પૂ. મહંત શ્રી સમજુબાપુ (શ્રી આપાગીગાની જગ્યા, ભલગામ), પૂ.મહંતશ્રી રામદાસબાપુ (શ્રી ખોડીયાર માતાજી મંદિર, કમીગઢ), પૂ. મહંત શ્રી ઘનશ્યામબાપુ (શ્રી આપાગીગાની જગ્યા, આંબા) સહિતના સંતો - મહંતો હાજર રહી આર્શીવચન આપશે.

આ ઉપરાંત આગામી તા.૧૩ને મંગળવારના શિવરાત્રીના દિવસે ગુજરાત રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાંજે ૬ કલાકે શ્રી આપાગીગાની જગ્યા સતાધાર તેમજ શ્રી આપાગીગાના ઓટલા દ્વારા આયોજીત જાહેર અન્નક્ષેત્રમાં ઉપસ્થિત રહેશે. જેઓનું સંતો - મહંતો મહામંડલેશ્વરશ્રીઓ તેમજ શ્રી આપાગીગાની જગ્યા તેમજ શ્રી આપાગીગાના ઓટલાના સેવકગણ દ્વારા મુખ્યમંત્રીનું અભિવાદન કરવામાં આવશે. તેમજ દરેક શ્રદ્ધાળુઓ દ્વારા સ્વાગત તેમજ સન્માનનો કાર્યક્રમ કરવામાં આવશે. જેમાં દરેક શ્રદ્ધાળુઓને ઉપસ્થિત રહેવા માટેનું જાહેર આમંત્રણ આપવામાં આવે છે.

વાદળ સાથે વાતો કરતો ગરવો ગઢ ગીરનાર, ગીરનારમાં જયાં ''તેંત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે'', ''નવનાથ, ૮૪ સિદ્ધ'', ''૬૪ જોગણીઓ'' અને જેના શિખરો પર ગુરૂ ગોરખનાથ, ગુરૂ દત્તાત્રેયના બેસણા છે અને જયાં સાક્ષાત માં જગદંબા અંબાજી માતા બિરાજે છે, એવા પાવન પવિત્ર ગીરનારની ગોદમાં જૂનાગઢ વસેલુ છે.

આ ગીરનાર ક્ષેત્રમાં જયાં સાક્ષાત ભોળાનાથ પધારે છે તે મહાશિવરાત્રીના મેળા દરમિયાન જયાં ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ સર્જાય છે ત્યાં સતાધાર શ્રી આપાગીગાની જગ્યા અને શ્રી આપાગીગાનો ઓટલો દ્વારા શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુની આજ્ઞાથી અઢારે વરણના દરેક સમાજ અને જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર જાહેર અન્નક્ષેત્ર તથા સંતવાણીના કાર્યક્રમના મેળાની શરૂઆતથી લઈ પૂર્ણાહૂતિ સુધીના પ્રસંગનું આયોજન કરેલ છે. આ અન્નક્ષેત્રમા દેશભરમાંથી સાધુ - સંતો, મહંતશ્રીઓ, મહામંડલેશ્વરશ્રીઓ અને મહાનુભાવો આર્શીવાદ આપશે. તેમજ દરરોજ રાત્રીના નામી અનામી કલાકારો દ્વારા ભજન અને સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે.

નરેન્દ્રબાપુની સેવાકીય પ્રવૃતિ

રાજકોટ : નરેન્દ્રભાઈ એમ. સોલંકી (નરેન્દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ) દ્વારા ચલાવવામાં આવતી આવૃતિ સદ્દભાવની - પ્રવૃતિ પરમાર્થની... શ્રી આપાગીગાના ઓટલે દરેક સમાજના દરેક લોકો માટે ૨૪ કલાક વિનામુલ્યે રહેવા તેમજ ફરાળ અને મહાપ્રસાદની વ્યવસ્થા. રાજકોટમાં યુવાનો, બાળકો તેમજ મોટી ઉંમરના બહેનો માટે સંપૂર્ણ વિનામૂલ્યે સ્પોકન ઈંગ્લીશના કલાસ. રાજકોટમાં તેમજ ગ્રામ્ય વિસ્તારમાં મધ્યમ વર્ગના દિકરા - દિકરીઓને શિક્ષણમાં ઉપયોગી થવાની ભાવનાથી સંપૂર્ણ વિનામૂલ્યે નોટબુક (સેટ) વિતરણ કાર્યક્રમો. રાજકોટમાં સંપૂર્ણ વિનામૂલ્યે સ્પોકન ઈંગ્લીશ, મહેંદી તેમજ ધો. ૧૦ અને ૧૨ પરીક્ષાની તૈયારી માટેના ખાસ વર્ગો. રાજકોટમાં નિરાધાર ત્યકતા, વિધવા બહેનોને દર મહિને અનાજ કીટની સહાય. રાજકોટ તેમજ ગ્રામ્ય વિસ્તારના ઉંમર લાયક બહેનોને સંપૂર્ણ વિનામૂલ્યે રહેવા જમવાની વ્યવસ્થા સાથે ધાર્મિક યાત્રા પ્રવાસ. શ્રી આપાગીગાના ઓટલે દર વર્ષે સમગ્ર શ્રાવણ માસ દરમિયાન લઘુરૂદ્રાભિષેક, મહાપૂજા તેમજ ભગવાન ભોળાનાથને બીલીપત્ર ચડાવવાનું આયોજન તથા દર અષાઢી બીજે ધ્વજારોહણનું ભવ્યાતિભવ્ય આયોજન. શ્રી આપાગીગાના ઓટલે દર વર્ષે નવરાત્રી મહોત્સવ નિમિતે દર વર્ષે હજારો બાળાઓને લ્હાણી વિતરણ, ભેટપૂજા તેમજ અન્નકોટ પ્રસાદ. શ્રી આપાગીગાના ઓટલે દર વર્ષે શ્રાવણ માસ દરમિયાન સાતમ - આઠમ નિમિતે તેમજ દિવાળી પર્વ નિમિતે સંપૂર્ણ વિનામૂલ્યે મિઠાઈ તેમજ ફરસાણ વિતરણ. શ્રી આપાગીગાના ઓટલે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે કલાસ-૨-૩-૪, પી.એસ.આઈ., એ.એસ.આઈ., કોન્સ્ટેબલ, તલાટીમંત્રી, આઈ.બી.પી.એસ. વગેરે પ્રવૃતિઓ સંપૂર્ણ વિનામૂલ્યે ચલાવવામાં આવતા હોવાનું એક યાદીના અંતમાં જણાવાયું છે.

કબીર કહે કમાલ કો દો બાતા શીખ લે, કર સાહેબ કી બંદગી ઔર ભૂખે કો અન્ન દે...

રાજકોટ : વાદળ સાથે વાતો કરતો ગીરીવર ગરવો ગઢ ગીરનાર, ગીરનારમાં જયાં તેંત્રીસ કરોડ દેવતાઓનો વાસ છે, નવનાથ, ૮૪ સિદ્ધ, ૬૪ જોગણીઓ અને જેના શિખરો પર ગુરૂ ગોરખનાથ, ગુરૂ દત્તાત્રેયના બેસણા છે અને જયાં સાક્ષાત માં જગદંબા અંબાજી માતા બિરાજે છે, એવા પાવન પવિત્ર ગીરનારની ગોદમાં જૂનાગઢ વસેલુ છે.

આ ગીરનાર ક્ષેત્રમાં જયાં સાક્ષાત ભોળનાથ પધારે છે તે મહાશિવરાત્રીના મેળા દરમિયાન જયાં ભજન, ભોજન અને ભકિતનો ત્રિવેણી સંગમ સર્જાય છે ત્યાં સતાધાર શ્રી આપાગીગાની જગ્યા અને શ્રી આપાગીગાનો ઓટલો દ્વારા પૂ. શ્રી જીવરાજબાપુ ગુરૂશ્રી શામજીબાપુની આજ્ઞાથી અઢારે વરણના દરેક સમાજ અને જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર જાહેર અન્નક્ષેત્ર તથા સંતવાણીના કાર્યક્રમના મેળાની શરૂઆતથી લઈ પૂર્ણાહૂતિ સુધીના પ્રસંગનું આયોજન કરેલ છે. દરરોજ રાત્રીના નામી અનામી કલાકારો દ્વારા ભજન અને સંતવાણીનો કાર્યક્રમ રાખેલ છે.

(11:44 am IST)