Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

વાંકાનેરમાં ભરવાડ સમાજની ૫૭ દિકરીઓ જોડાશે લગ્નગ્રંથીએ

મચ્છુ માતાજીના સાનિધ્યમાં કાલે ૭મો સમૂહલગ્નોત્સવઃ સંતો-મહંતો પાઠવશે આર્શિવચન

રાજકોટ,તા.૫: વાંકાનેર ખાતે શ્રી મચ્છુ માતાજીના સાનિધ્યમાં આવતીકાલે ભરવાડ સમાજનો ૭મો સમૂહલગ્નોત્સવ ધામધૂમભેર યોજાશે.જેમાં સંતો-મહંતો અને નાત ગંાગની ઉપસ્થિતિમાં ભૂદેવોના મંત્રોચ્ચાર સાથે ૫૭ દિકરીઓ એક જ મંડપ નીચે પ્રભુતામાં પગલા પાડશે.

આ પ્રસંગે શ્રી વાળીનાથ દાદા-થરાદની જગ્યાના મહંત પૂ.ધનશ્યામબાપુ સહિત સમાજની વિવિધ ધાર્મિક જગ્યાના સંતો-મહંતો ઉપસ્થિત રહી આર્શિવચન પાઠવશે...દિકરીઓને દાતાઓના સહકારથી જીવન જરૂરીયાતની તમામ ચીજ-વસ્તુઓ કરિયાવરમાં અપાશે.

અત્રે નોંધનીય છે કે, સમૂહલગ્ન સમિતિ દ્વારા વાંકાનેરમાં ભરવાડ સમાજના છાત્રો માટે આ વર્ષથી હોસ્ટેલનો પણ પ્રારંભ કરાયો છે.સમૂહલગ્નોત્સવને સફળ બનાવવા સમિતિના પ્રમુખ હિરાભાઇ નોંઘાભાઇ બાંભવાના માર્ગદર્શન હેઠળ તમામ હોદેદારો, સભ્યો અને વિવિધ કમિટી જહેમતશીલ છે.સૌ જ્ઞાતિજનોને ૈઉપસ્થિત રહેવા આમંત્રણ પાઠવાયુ છે.

(11:43 am IST)