Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ભાયાવદર ખાતે ઉપલેટાથી લીંક કોર્ટને ખુલ્લી ખુકાઇ

ભાયાવદર તા.૬: ગુજરાત હાઇકોર્ટના હુકમ અનુસાર ભાયાવદર મુકામે નગરપાલીકા હસ્તેના મકાનમાં ઉપલેટાથી લીન્ક કોર્ટ, ભાયાવદર સીવીલ જજ અને જયુડી. મેજીસ્ટ્રેટ ફસ્ટ કલાસની કોર્ટ કાર્યરત થયેલ છે અને સદર અદાલતના ઉદઘાટન સમારોહમાં પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ શ્રી આર.કે.દેસાઇ સાહેબ, સીવીલ જજશ્રી એચ.એ.મકા,ભાયાવાદર નગરપાલીકા પ્રમુખશ્રી, ભાયાવદર નગરપાલીકા ચીફ ઓફીસરશ્રી તથા નગરપાલીકા સભ્ય શ્રીઓ, રજીસ્ટ્રાર શ્રી ભાયાવદર પી.એસ.આઇશ્રી, પોલીસ સ્ટાફ, તેમજ ગામના આગેવાનો તથા નાગરીકો ઉપસ્થીત રહેલ હતા અને અદાલતનું પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ શ્રી આર.કે.દેસાઇના વરદ હસ્તે ઉદઘાટન કરવામાં આવેલ છે.

ગઇકાલે શરૂ થયેલ ભાયાવદર કોર્ટ દર માસના પ્રથમ સોમવારથી એક અઠવાડીયા માટે ભાયાવદર ખાતે કાર્યરત રહેશે અને જેમાં ભાયાવદર પોલીસ સ્ટે.ના હકુમતમાં આવતા તમામ ગામડાઓના તમામ કેસો ભાયાવદર કોર્ટમાં ચલાવવામાં આવશે અને મહીનાના બાકીના દીવસે કોર્ટ ઉપલેટા મુકામે કાર્યરત રહેશે જે યાદીથી જાહેર જનતાને જાણ કરવા જણાવામાં આવેલ છે.

(11:42 am IST)