Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ઉનાના ચાચકવડમાં ગેરકાયદે ધમધમતી ખનીજ ખાણોમાં દરોડોઃ ૩૦ લાખનો મુદામાલ જપ્ત

ઉના તા.૬ : ઉના પંથકમાં ગેરકાયદેસર ખનન બેરોકટોક થતુ હોય પ્રાંત અધિકારી એમ.કે.પ્રજાપતિએ ગીરગઢડા ઉનાના મામલતદારને સાથે રાખી ત્રણ અલગ-અલગ ટીમ બનાવી ચાચકવડ ગામે ત્રાટકી હતી અને ગેરકાયદે આઠ પથ્થરની ખાણોમાંથી ૩૦ ચકરડી જનરેટર મશીન, ટ્રોલી, બે ઇલે. મોટર સહિત કુલ રૂ.૩૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો હતો.

દરોડામાં મયંકભાઇ મહેતા (મેતાજી), પ્રવિણભાઇ વાલજીભાઇ રાઠોડ ખાણમાંથી ચકરડી-૩, જખરાભાઇ વિરમભાઇ પરમાર ખાણમાંથી ચકરડી-૩, કનકસિંહ ભગવાનસિંહ ઝાલા ચકરડી-૩, રમેશભાઇ સીદીભાઇ ગંગદેવ ખાણમાંથી ચકરડી-પ, કરશનભાઇ પરબતભાઇ વાઢેર ખાણમાંથી ચકરડી-૩, રાજુભાઇ વીજાભાઇ દેવરાણીયા ખાણમાંથી ચકરડી-૩, રાજેન્દ્રભાઇ નટવરલાલ ભોજાણી ખાણમાંથી ચકરડી-૩, ધર્મિષ્ઠાબા ભીખુભાઇ ઝાલા ખાણમાંથી ચકરડી-૩ એમ કુલ ર૬ ચકરડી પકડી પાડી મુદામાલ કબ્જે લઇ પ્રાંત કચેરી પર ખસેડાયો હતો.

ખનીજ ચોરી સામે તંત્રએ કાર્યવાહી કરતા ખાણ માફીયાઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. હજી તપાસ ખાણોમાં થાય તો કાળો કારોબાર પથ્થરનો ડામી શકાય તેમ છે.

(11:40 am IST)