Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

વાંકાનેર નજીક ૨.૨૩ લાખના શંકાસ્પદ મોબાઇલ સાથે પકડાયેલા ૪ની પૂછપરછ

બીલ ન હોવાથી છળકપટ કે ચોરીથી મેળવેલા હોવાની શંકાઃ મુંબઇ બીગબજારમાંથી લઇ આવ્યા હોવાનું ચારેયનું રટણ

મોરબી તા. ૬ : મોરબી જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની સુચના અનેઙ્ગમાર્ગદર્શન હેઠળ મોરબી એસ.ઓ.જી.પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.સાટી તથા મોરબી એસ.ઓ.જી.સ્ટાફ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગ દરમિયાન મોરબી-વાંકાનેર ને.હા.રોડ ઉપર,વદ્યાસીયા ટોલનાકા થી વાંકાનેર તરફ જતા રોડની ડાબી બાજુ આવેલ ભવાની હોટલ પાછળ આવેલ ઝુપડા પાસેથી નિચે જણાવેલ પરપ્રાન્તના ઇસમોનેઙ્ગઙ્ગબિલ વગરના સેમસંગ તથા વિવો કંપનીના મોબાઇલ ફોન સાથે છળકપટ કે ચોરી થી મેળવેલ શંકાસ્પદ મિલકત સાથે પકડી પાડેલ છે.

મળતી વિગત મુજબ એસઓજી ટીમે શંકાસ્પદ ઇસમ રાજુઙ્ગ માંગીલાલ પવાર (ઉવ.૩૮, રહે. એકતાસા તા.ભીખનગાંવ જી.ખરગોન રાજય મધ્યપ્રદેશ) પાસેથી સેમસંગ ગેલેકસી જે-૭ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન નંગ.ર૧ કુલ કી.રૂ.૬૩૦૦૦ તથા ચાર્જર કેબલ નંગ.૩૮ કી.રૂ.૧૯૦૦મળી કુલ રૂપીયા ૬૪૯૦૦, પવનસિંગઙ્ગપરશુરામ પવાર (ઉવ.૪૪, રહે. પંડીત દિનદયાલ નગર બોરગાંમ બુર્જગ તા.પંધાના જી.ખંડવા રાજય મધ્યપ્રદેશ) પાસેથી સેમસંગ કંપનીના એમ હોર્સ મોબાઇલ નંગ.-૨૦ તથા જે-૭ મોબાઇલ નંગ.૩ તથા વિવો કંપનીના મોબાઇલ નંગ.૩૦ મળી કુલ મોબાઇલ નંગ.પ૩ની કુલ કી.રૂ.૧,૫૯,૦૦૦ તથા મોબાઇલ ફોનના કવર નંગ.૩૦ કી.રૂ.૧ર૦૦ ચાર્જર વાયર સાથે નંગ.પ૧ કી.રૂ.રપપ૦ તથા મોબાઇલ કવર નંગ.ર૦ કી.રૂ.૧૦૦૦ ના મળી કુલ કી.રૂ.૧,૬૩,૭૫૦ અને સંતોષઙ્ગ સમુન્દર મોહિતે (ઉવ.૩૮, રહે.નવી આહીર ખેડી પાસે ૩૮૦એ,ઙ્ગકુંદન નગર તા.જી. ઇન્દોર રાજય મધ્યપ્રદેશ) પાસેથી સેમસંગ જે-૭ કંપનીના મોબાઇલ નંગ.ર કુલ કી.રૂ.૬૦૦૦ તેમજ રાકેશઙ્ગગંગારામ ચૌહાણ (ઉવ.રપ, રહે.સીરખંડી તા.જી.ખરગોન રાજય મધ્યપ્રદેશ) પાસેથી સેમસંગ કંપનીના ગેલેકસી જે-૭ મોબાઇલ ફોન નંગ.૩૦ કુલ કી.રૂ.૯૦૦૦૦/- તથા મોબાઇલ ફોનના ચાર્જર નંગ.ર૦ કી.રૂ.૧૦૦૦ મળી કુલ રૂપીયા ૯૧૦૦૦/- ના મુદામાલ સાથે મળી આવતા આ ચારેય ઇસમો મોબાઇલ નંગ.૧૦૬ કુલ કિમંત રૂપીયા ૩,૧૮,૦૦૦ તથા મોબાઇલ ચાર્જર તથા એસેસિરીઝ કી.રૂ.૭૬૫૦મળી કુલ કી.રૂ. ૩,રપ,૬૫૦ ના મુદામાલ સાથે મળી આવતાઙ્ગસીઆરપીસી કલમ ૧૦૨ મુજબ મોબાઇલ કબજે કરી ચારેય ઇસમોનેઙ્ગકલમ ૪૧(૧)ડી મુજબ ધોરણસર અટક કરી આગળની કાર્યવાહી થવા માટે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે. બીલ ન હોવાથી છળકપટ કે ચોરીથી મોબાઇલ મેળવેલા હોવાની શંકાના આધારે પોલીસે ચારેયની પૂછપરછ આદરી છે. ચારેય શખ્સો રૂ. ૨.૨૩ લાખના મોબાઇલ અને એસેસરીઝ મુંબઇ બીગબજારમાંથી લાવ્યા હોવાનું રટણ કરી રહ્યા છે.

(11:39 am IST)