Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ભાવનગરમાં રિક્ષામાં બેસાડી લૂંટ કરનાર બે ઝડપાયા

ભાવનગર : એલ.સી.બી.ની ટીમ ગંગાજળીયા તળાવ, પથિકાશ્રમ પાસે આવતાં ગંગાજળીયા પો.સ્ટે. ફ.ગુ.ર.નં.૦૮/૨૦૧૮ ઇ.પી.કો. કલમઃ-૩૯૨,૫૦૪ તથા જી.પી. એકટ-૧૩૫ મુજબનાં ગુન્હાનાં કામે ઉપયોગમાં લેવામાં આવેલ અતુલશકિત પેસેંજર રીક્ષા નંબર- GJ-04-W 6485માં બેસેલઙ્ગઅકરમભાઇ સતારભાઇ સેલોત ઉ.વ.૨૨ રહે.કવાર્ટર નં.૩૧૫,નારી રોડ,કુંભારવાડા, ભાવનગર તથા દર્શનભાઇ જીતુભાઇ વાજા ઉ.વ.૨૨ રહે.કવાર્ટર નં.૩૧૧,કાશ્મીરી કવાટર્સ, કુંભારવાડા, ભાવનગરવાળા મળી આવેલ.તેઓ બંને પાસેથી રોકડ રૂ.૨,૭૦૦ મળી આવેલ.જે રોકડ રૂપિયા બાબતે પુંછતા બંને ઇસમોએ ગઇ તા.૦૩/૦૨/૨૦૧૮ નાં સાંજના સમયે તળાવમાંથી બે પેસેન્જરને બેસાડી વિકટોરીયા પાર્ક બાજુ લઇ જઇ છરી બતાવી તેઓના રૂપિયા લુંટી લીધેલ તે હોવાનું જણાવેલ. કિ.રૂ.૨૫,૦૦૦ મળી કુલ રુ.૨૭,૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ.  આમ, રીક્ષામાં બેસાડી પેસેન્જર પાસેથી રૂ.૨,૭૦૦ની લુંટ ચલાવતાં બે ઇસમને ઝડપી પાડી લુંટનો ગુન્હો શોધી કાઢવામાં ભાવનગર, એલ.સી.બી.ને સફળતા મળેલ છે. આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ. મિશ્રા તથા એલ.સી.બી. સ્ટાફનાં હર્ષદભાઇ ગોહિલ, જયવિરસિંહ ચુડાસમા, ધર્મેન્દ્દસિંહ સરવૈયા,ભીખુભાઇ બુકેરા,સત્યજીતસિંહ ગોહિલ, સંજયસિંહ ઝાલા, શકિતસિંહ ગોહિલ, મીનાજભાઇ ગોરી, ભરતભાઇ જોષી વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.

(11:37 am IST)