Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

જાલીનોટ પ્રકરણમાં સમઢીયાળાનો અશોક ઝડપાયો

ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષક પી.એલ.માલની સુચનાથી એસ.ઓ.જી. શાખાના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર એક માસ પુર્વે વલભીપુર પાસેના અયોધ્યાપુર પાસેથી બે આરોપીને રુપિયા ૧૦ લાખની બનાવટી ચલણી નોટો સાથે ઝડપી પાડવામાં આવેલ જયારે આરોપી અશોક જેઠાભાઈ ચોસલા રહેવાશી સમઢીયાળા-૨ તા.જી. બોટાદ નાશી ગયેલ. જે હજુરીયા ચોકમાં આવેલ હોવાની બાતમી એસ.ઓ.જી. ના સોહીલભાઇ તથા નિતીનભાઈ ને મલતા આરોપીને ઝડપી પાડતા એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પો.ઇન્સપેકટર.ડી.એમ.મિશ્રાએ ધરપકડ કરેલ છે. આ કામગીરી મા એ.એસ.આઇ જી.પી.જાની તથા પો.હેડ.કોન્સ.બલવિરસિંહ જાડેજા તથા પો.કોન્સ્ટેબલ સોહીલભાઇ ચોકિયા તથા નિતીનભાઈ ખટાણા તથા જીતેન્દ્રસિહ જાડેજા તથા હરેશભાઇ ઉલ્વા તથા રાજદીપસિંહ ગોહીલ તથા યોગીનભાઇ વિ એસ.ઓ.જી.સ્ટાફ ના માણસો જોડાયા હતા.

(11:36 am IST)