Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

ભાયાવદરમાં પી.ઓ.એસ. મશીન પ્રશ્ને રાસાયણીક ખાતર વેચાણમાં મુશ્કેલી

ભાયાવદર તા. ૬ : રાસાયણીક ખાતરનું વેચાણ ફરજીયાત પીઓએસ મશીનથી કરવાનું સરકારશ્રી તરફથી જણાવેલ છે.

સેવા સહકારી મંડળીના પ્રમુખ કાંતીલાલ બી. ચાંગેલાએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવી જણાવેલ છે કે, આ મશીનમાં નેટ કનેકશનથી જ ચાલતુ હોય ગ્રામ્ય વિસ્તારમાં નેટ કનેકશનનો ગંભીર પ્રશ્ન છે. નેટ આવતુ ન હોય ખેડૂતો હેરાન થાય છે.

આ પધ્ધતિથી ખેડૂતોને નારાજ થશે અને કર્મચારીઓ સાથે ઝગડા થશે. જેથી મંડળીની મુશ્કેલી વધશે. ઉપરાંત મોટાભાગના ખેડૂતો પોતાના સંતાનને અથવા તો ભાગમાં જમીન વાવતા હોય છે પરંતુ રાસાયણિક ખાતર લેવા માટે વૃધ્ધ ખેડૂતની અંગુઠાની છાપ ન આવવાથી ખાતરથી વંચિત રહેશે.

આ પ્રશ્ને તુરંત જ ફેર વિચારણા કરીને અગાઉની પ્રથા મુજબ રાસાયણિક ખાતર મળે તેમ કરવા જણાવેલ છે નહીંતર નવી પધ્ધતિથી કામગીરી કરવાની ઇન્કાર કરવાની મજબુર થવું પડશે તેવી ચીમકી ઉચ્ચારી છે.

(9:44 am IST)