Gujarati News

Gujarati News

News of Monday, 5th February 2018

આરંભડાના પૂ. સદ્‌્‌ગુરૂ શાષાી સ્‍વામી શ્રી નારાયણ પ્રસાદજી સ્‍વામીનો ૯૭ વર્ષની વધે દેહ વિલય : સ્‍વામિનારાયણ સંપ્રદાયમાં મોટી ખોટ પડી

પપ વર્ષથી અનાજનો કણકો પણ જમ્‍યા નથી : તા. ૧રને સોમવારે જામનગર સ્‍વામિનારાયણ ગુરૂકુલ નાઘેડી ખાતે શ્રધ્‍ધાંજલી સભા યોજાશે

ધોરાજી, તા. પ : દ્વારકા પાસેના આરંભડા ગામે આશ્રમમાં  રહી પપ વર્ષ સુધી ઉગ્ર તપશ્વર્યા સાથે અનાજનો કણકો પણ જમ્‍યા નથી એવા સ્‍વામિનારાયણ સપ્રદાયના વિરલ સંતશ્રી શાષાી સ્‍વામી નારાયણ પ્રસાદદાસજી અક્ષરવાસ થતા સ્‍વામિનારાયણ સંપ્રદાયમાં શોકનું મોજુ ફરી વળ્‍યું હતુ અને તા. ૧રને સોમવારના રોજ સ્‍વામિનારાયણ ગુરૂકુલ જામનગર નાઘેડી ખાતે શ્રધ્‍ધાંજલી સભા યોજેલ છે જેમાં સૌરાષ્‍ટ્ર-ગુજરાતના સ્‍વાીમનારાયણ સંપ્રદાયના સંતો મહંતો હરીભકતો ઉપસ્‍થિત રહી શ્રધ્‍ધાસુમન અર્પણ કરશે.

સ્‍વામીનારાયણ ગુરૂકુલના પૂ. શ્રી કૃષ્‍ણ પ્રકાશદાસજી (કે.પી. સ્‍વામી) એ જણાવેલ કે સ્‍વામીજીના અંતિમ સંસ્‍કાર સ્‍વામિનારાયણ ગુરૂકુલ નાઘેડી -જામનગર ખાતે કરવામાં આવેલા હતા.

પૂ. સ્‍વામી નારાયણ પ્રસાદદાસજી (આરંભડાવાળા) ગુરૂ પુરાણીશ્રી ગોપાલ જીવનદાસજી (ઉ.વ.૯૭) વર્ષ અક્ષરનિવાસી થતા સ્‍વામીનારાયણ સંપ્રદાયમાં શોક છવાઇ ગયો છે.

સોમવારના રોજ સ્‍વામિનારાયણ ગુરૂકુલ જામનગર ખંભાળીયા હાઇવે રોડ સિવિલ એરપોર્ટ બાજુમાં નાઘેડી જામનગર ખાતે સવારે ૮-૩૦ કલાકે શ્રધ્‍ધાંજલી સભા યોજેલ છે. જેમાં કોઠારી સ્‍વામી ગોવિંદ પ્રસાદદાસજી (દ્વારકાવાળા) પુરાણી સ્‍વામી મોહન પ્રસાદ દાસજી કોઠારી, સ્‍વામી ગોવિંદ પ્રસાદદાસજી, સ્‍વામી ધર્મકિશોરદાસજી, શાષાી સ્‍વામી કૃબણ પ્રકાશદાસજી, શાષાી સ્‍વામી જયેન્‍દ્રપ્રકાસદાસજી, પાર્ષદ દિપુ ભગત, પાર્ષદ રાજુભગત, પિયુષભાઇ પટેલ, ચંદુભગત, હરીભાઇ સોની વિગેરે સંતો મહંતો શ્રધ્‍ધાંજલી સભામાં શ્રધ્‍ધાસુમન અર્પણ કરશે દરેક હરીભકતોએ  ઉપસ્‍થિત રહેવા કે.પી. સ્‍વામીએ યાદીમાં જણાવેલ છે.

(1:37 pm IST)
  • બનાસકાંઠાના તેરવાડા ઉજનવાડામાં ખેડૂતોના ૩૦૦ જેટલા કનેકશન કાપી નખાયા : નર્મદા અધિકારીઓ અને પોલીસનો કાફલો સાથે આવીને કનેકશન કાપી નાખતા ખડૂતોમા રોષ access_time 3:43 pm IST

  • મોડી રાત્રે રાજકોટમાં ઝરમર વરસાદ: કમોસમી માવઠાથી પ્રસરી ઠંડક access_time 9:33 am IST

  • રાજેન્દ્ર ત્રિવેદી અધ્યક્ષપદે નિશ્ચિતઃ ૧૯મીએ જાહેરાત : પ્રોટેમ સ્પીકર નીમાબેન આચાર્ય નવા અધ્યક્ષની ચુંટણી કરાવાશેઃ બહુમતી હોવાથી શ્રી ત્રિવેદી નિવિઘ્ને ચુંટાઇ આવશે access_time 3:43 pm IST