Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

જૂનાગઢમાં રૂ. ૧.૩૪ લાખની લૂંટમાં ઝબ્બે પાંચ શખ્સો રીમાન્ડમાં

લૂંટનો મુદ્દામાલ કબ્જે કરવા તજવીજ

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૬ : જૂનાગઢમાં રૂ. ૧.૩૪ લાખની લૂંટમાં ઝબ્બે પાંચ શખ્સોને પોલીસે રીમાન્ડ પર મેળવી મુદ્દામાલ કબ્જે કરવા તજવીજ હાથ ધરી છે.

જેતલસરના જયેશભાઇ પોપટભાઇ લાવાણી ઉપર ત્રણ દિવસ અગાઉ જૂનાગઢમાં રેલવે સ્ટેશન પાસે છ શખ્સોએ હુમલો કરી રૂ. ૧.૩૪ લાખની મત્તાની લૂંટ ચલાવી હતી.

જેમાં ડીવાયએસપી જાડેજાના માર્ગદર્શન હેઠળ બી-ડીવીઝનના પીઆઇ આર.બી.સોલંકી, પીએસઆઇ એ.કે.પરમાર વગેરેએ તપાસ હાથ ધરી હતી.

દરમિયાન પોલીસે સલીમ ઉર્ફે સલીયો કાલી હારૂન બુખારી, અંજુમશા ઉર્ફે દેગડી ઇસ્માઇલશા રફાઇ, નાસીર યાસીન હિંગોળા, આશિષ ઉર્ફે કાગો ભગવાનજી લીંબડ અને સાગર ગોગન નાથની ધરપકડ કરી હતી.

ગઇકાલે સાંજે પીએસઆઇ પરમારે આરોપીઓને કોર્ટમાં રજુ કરતા આજે સાંજ સુધીના રીમાન્ડ આપવામાં આવેલ. પોલીસે અન્ય એક શખ્સને પકડવા અને મુદ્દામાલ કબ્જે કરવા તપાસ પૂછપરછ હાથ ધરી છે.

(12:48 pm IST)