Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

માણવદરનાં બાંટવા ખારા ડેમ સાઇટ ઉપર વધુ ર ટીટોડીના મોતઃ હજુ પ૩ પક્ષીઓના પીએમ રિપોર્ટની રાહ

બર્ડફલુ કે અન્ય કોઇ કારણ ? તે અંગે લેબોરેટરીમાં તપાસણી

(ગીરીશ પટેલ દ્વારા) માણાવદર તા.૬ : માણાવદર પંથકમાં એક સાથે પ૩ જેટલા પક્ષીઓના બાંટવા ખારા ડેમ સાઇટ પાસે મૃત હાલતમાં મળ્યા તેનો કોઇજ ચોકકસ રીપોર્ટ આવ્યો નથી ત્યાં ગઇકાલે વધુ બે ટીટોડીના મોતથી સમગ્ર પથંકમાં ખળભળાટ મચાવી દિધો છે.

જે સ્થળે પ૩ મૃતદેહો પક્ષીના મળ્યા ત્યાં જ ફરી બેમૃતદેહ ટીટોડીના મળ્યા છે. આ અંગે આ પથંકના વન વિભાગના અધિકારી સાથે વાત કરતા ગોળ-ગોળ વાતો કરી રહ્યા છે કહે છે અમારામાંના આવે ફળદુ ને પુછો શું છુપાવવા માંગે છે.

જો તેઓમા ના આવે તો આ પક્ષીઓ કોના ડિપાર્ટમેન્ટમાં આવે ? ગુજરાત સરકાર સ્પષ્ટ કરે સીંચાઇ ડીપાર્ટમેન્ટ આવે - પશુ વિભાગ આવે કે રોડ ડિપાર્ટમેન્ટ જો આવી રીતે ફેકમ-ફેક થાય અને બીજી બાજુ પક્ષીઓના ટપોટપ મૃત્યુ તેમાં બ્લડફલુ જેવા કોઇ ઘાતક રોગ પ્રસરતો કોણ જવાબદાર. તેમાંથી અન્ય લોકોમાં ફેલાશે તો ઘાતક સાબિત થશે

વેટરનરી ડો. ફળદુએ જણાવ્યું કે બે મૃતદેહો ટીટોડીના મળ્યા બરફમાં નાખી અમદાવાદ ત્યાંથી ભોપાલ વધુ રીપોટ માટે રવાના કર્યા છે કારણ હજી મળ્યું નથી ? ત્યારે પંથકની પ્રજાજનોમાં પશુપાલકોમાં ડર જોવા મળ્યો છે એકબાજુ કોરાના બીજીબાજુ બ્લડ ફલુનો ડર  થશે ?

(12:47 pm IST)