Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

વેરાવળ કાજલી યાર્ડમાં ખરીદી કરાયેલ મગફળીમાં ભેળસેળઃ સરકારને લાખોની નુકશાનીઃ અનેકની સંડોવણી

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૬: કાજલી માર્કેટીગ યાર્ડમાં મગફળી ખરીદી શનિવારે બંધ થયેલ છે ત્યારબાદ કોઈપણ ખેડુતો માર્કેટીગ યાર્ડમાં હોતા નથી જે મગફળી સારી ખરીદી કરાયેલ હોય તેમાં હલકી ગુણવતાની મગફળી નાખી લાખો રૂપીયાની નુકશાની સરકારમાં કરી રહેલ છે જેમાં અનેકની સંડોવણી હોવાનું જાણવા મળેલ છે છેલ્લા ત્રણ દિવસમાં પ૦૦ થી વધારે ગુણીમાં ભેળસેળ થયેલ હોય તેવા આક્ષેપો થઈ રહયા છે.

ગુજરાત સરકાર દ્રારા મગફળી ટેકાના ભાવે લેવાનું શનિવાર સુધી ચાલુ હતું  નમુનો બતાવી સારામા સારી  મગફળીની ખરીદી કરાયેલ હતી તે પ૦૦થી વધારે ગુણો યાર્ડમંા પડેલ હોય તેમાં નબળી ગુણવતા વાળી મગફળી ગમે ત્યાથી ખરીદી ભેળસેળ થઈ રહેલ હોય તેવો આક્ષેપ થઈ રહેલછે ટેકાના ભાવે ખેડુતોની હાજરીમાં મગફળી ખરીદીથાય છે ત્યારે તેની ગુણી પેકીગ કરી દેવામાં આવે છે પણ જાણવા મળતી વિગત મુજબ જયારથી મગફળીની ખરીદી શરૂ થયેલ છે ત્યારથી ખેડુતો પાસેથી સારામાં સારી મગફળી ખરીદી તેમાં નબળી ગુણવતા વાળી મગફળી ભેળસેળ કરવી તેવું ભ્રષ્ટ્રાચાર ચાલી રહેલ છે જેથી સરકારને લાખો રૂપીયાની નુકશાની જશે. આ મગફળીની ખરીદી પુરવઠા નિગમ દ્રારા થતી હોય તેમાં સરકારે ગુણવતા ચકાસવા માટે અનેક એજન્સીઓ સાથે રાખેલ હોય પણ તપાસ કરતા ન હોય તેવું પણ જાણવા મળેલ છે આ બનાવ માટે કોઈએ પણ મોબાઈલ ફોન ઉપાડેલ નોતા ઉચ્ચકક્ષાએથી આની તપાસ થાય તો અત્યાર સુધી ટેકાના ભાવે ખરીદી કરાયેલ મગફળીમાં અનેકની સંડોવણી બહાર આવશે તેવું જાણવા મળી રહેલ છે.

           સાકર ભારોભાર જોખ્યા

સોમનાથ વિધાનસભા બેઠકના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો ચુંટણીમાં વિજય થયો હતો ચોરવાડ નગરપાલિકાના સદસ્ય હીતેષભાઈ ચાવડાએ આ વિજય માટે માનતા રાખી હોય ઝંુડ ભવાની માતાજીના મંદિરે તેમને સાકર ભારોભાર જોખવામાં આવ્યા હતા.

બાઇસીકલ અર્પણ

વેરાવળ સમસ્ત હાડી સમાજ તથા સમસ્ત હાડી સમાજ ઉત્સકર્ષ ટ્રસ્ટ સંયુકત ઉપક્રમે રામજીભાઈ પુજાભાઈ ચુડાસમાને બાઈસીકલ આપવામાં આવીહતી સમાજના પટેલ ગોમેશભાઈ ચીનાભાઈ અખીયા, કાનજીભાઈ હીરાભાઈ ચાવડા, અમૃતાબેન ચિનાભાઈ અખીયા સહીતના હાજર રહયા હતા.

૧૧૯મી વાર ગિરનાર ચઢયા

સુત્રાપાડા કોલેજના પ્રિન્સપાલે રાજેશભાઈ પાઠકે ૧૧૯મી વખત ગીરનાર ચઢી દત મહારાજના દર્શન કર્યા હતા અને તેમને હજુ ૧ર૧ વખત ગીરનાર મહાતીર્થધામ જવાની ઈચ્છા વ્યકત કરી છે.

કામગીરી બદલ સન્માન

ગીર સોમનાથ જીલ્લાના રાષ્ટ્રપતિ પુરસ્કૃત બાદલપરા ગામે ધાનાભાઈ માંડાભાઈ બારડ પરીવાર અને રાહુલભાઈ રામભાઈ બારડમેમોરીયલ ટ્રસ્ટ દ્રારા જીલ્લાના તમામ આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારીની કોરોના મહામારીમાં સારી કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું  હતં આ તકે તાલાલા ના ધારાસભ્ય ભગવાનજીભાઈ બારડ જીલ્લા કલેકટર અજય પ્રકાશ ઉપસ્થિત રહયા હતા.

(12:46 pm IST)