Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

વિસાવદરના ખાંભાની સીમમાં જુગાર રમતા છ જુગારી શખ્સોની ધરપકડ

રોકડ તથા ૩ બાઇક સહિત રૂ. ૬૦ હજારનો મુદામાલ કબ્જે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૬: વિસાવદરના ખાંભા-ગીરની સીમમાં જુગાર રમતા છ જુગારી શખ્સોની પોલીસે રૂ.૬૦ હજારના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.

વિસાવદર તાલુકાના ખાંભા ગીર ગામનો રાજુ ગોવિંદભાઇ ડાભી નામના શખ્સના ખેતર પાસે ગૈચરની જમીન પર જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા વિસાવદર પોલીસે દરોડો પાડયો હતો.

જેમાં પોલીસે રાજુ ડાભી તેમજ કાળુ નુરમામદ બ્લોચ-દુધાળા, પ્રવિણભાઇ માંડાણી-ખાંભા, સંજય રમેશભાઇ સાડીયા,  પાદરીયા  ભોનાભાઇ રણછોડ મકવાણા-હસ્નાપુર અને જમન રણછોડીભાઇ ગોંડલીયા-વિસાવદરને રૂ. ૧૭૩૧૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી પાડયા હતાં.

પોલીસે જુગારીઓ પાસેથી રોકડ ઉપરાંત ૩ મોટર સાયકલ સહિત રૂ. ૬૦૮૧૦નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હતી.

(12:45 pm IST)