Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

કુકસવાડામાં પપ હજારનો દારૂ કબ્જેઃ આરોપી ફરાર

જુનાગઢ, તા,. ૬: જુનાગઢ રેન્જના ડીઆઇજીપી શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જુનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવી તેજા વાસમસેટ્ટીએ જીલ્લામાં ચાલતી દારૂ-જુગારની ગે.કા. પ્રવૃતી શોધી કાઢી આવી પ્રવૃતિઓ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના આધારે માંગરોળ સર્કલ પો.ઇન્સ. એન.આઇ. રાઠોડના માર્ગદર્શન હેઠળ ચોરવાડ પોલીસ સબ ઇન્સ. કે.બી.લાલકાને મળેલ બાતમી આધારે કુકસવાડા ગામે માંગરોળ રોડ ઉપરથી દારૂની બોટલ નંગ ૧૩૯ ભરેલ પુઠાની પેટી નંગ ૧ર કી. રૂ.પપ,૬૦૦ નો પ્રોહી. મુદામાલ ભરેલ એક હયુન્ડાઇ આઇ ટવેન્ટી મોટર કાર રજી.નંબર જી૧-૧૧-એએસ-૪૯૯૦ કી. રૂ. ૫,૦૦,૦૦૦ વાળી રેઇડ દરમ્યાન કબજે કરી આરોપીઓ વિરૂધ્ધ ચોરવાડ પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧ર૦૩૦૧રર૧૦૦૦પ પ્રોહી. એકટ કલમ ૬પ (ઇ) ૧૧૬(બી) ૯૮(ર) મુજબ ગુન્હો રજી. કરાવેલ છે.

આરોપી તરીકે (૧) પીયુષ બચુભાઇ ગરેજા કોળી રહે. શાપુર શારદાગ્રામ પાસે તા. માંગરોળ સામે ગુન્હો દાખલ થયો છે.

આ કામગીરી પો.હેડ કોન્સ. બી.એન.ચાવડા તથા પી.એસ.કરમટા તથા પી.જે.ડાભી તથા બી.એન.સીસોદીયા તથા પો.કોન્સ. ભાવસિંહ કેશરભાઇ તથા દિનેશભાઇ અરજણભાઇ તથા પ્રવિણભાઇ વરજાંગભાઇ તથા સુખદેવ ભીમાભાઇ તથા વિપુલભાઇ સેજાભાઇ તથા વિજયભાઇ નારણભાઇ તથા અરવિંદભાઇ માધાભાઇ નાઓએ સાથે મળી કરેલ છે.

(12:44 pm IST)