Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

પોરબંદર ફાયરીંગ કેસઃ ટી. ટી. મુંદરાને હથિયાર આપનાર મુખ્ય સપ્લાયરનો જામનગર જેલમાંથી કબજો લેતી એસઓજી

(સ્મિત પારેખ દ્વારા) પોરબંદર તા. ૬ :.. ફાયરીંગ કેસમાં સલીમ ઇસ્માઇલ ઉર્ફે ટી.ટી. મુંદરાને હથિયાર આપનાર મુખ્ય સપ્લાયર આરોપી મનસુખ હરજી કારેણાનો હવાલો એસઓજીએ જામનગર ખાસ જેલમાંથી સંભાળીને અટક કરી છે.

પોરબંદર જીલ્લાના ભીમાભાઇ દુલાભાઇ ઓડેદરા ઉપર ચકચારી ફાયરીંગનો બનાવ બનેલ જે કેસના નાસતા ફરતા આરોપી સલીમ ઇસ્માઇલ ઉર્ફે ટી.ટી. મુંદરા આદિત્યણાની હથીયાર સાથે ધરપકડ કરવામાં આવેલ જે અનુસંધાને બગવદર પોસ્ટે.માં હથીયાર ધારા હેઠળ અન્ય કેસ દાખલ થયેલ જેનો આરોપી સરફરાજ મામદ હસણીયાની પીસ્ટલ સાથે ધરપકડ થયેલ જે અનુસંધાને જુનાગઢ રેન્જના નાયબ પોલીસ નિરીક્ષક મનીન્દર પ્રતાપસિંગ પવાર તથા પોરબંદર જિલ્લાના પોલીસ અધિક્ષકશ્રી ડો. રવિ મોહન સૈનીએ આ આરોપીઓને હથિયાર સપ્લાય કરનાર મુખ્ય આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ ઇન્સ્પેકટર કે. આઇ. જાડેજા તથા પો. સબ. ઇન્સ. એચ. સી. ગોહીલ નાઓને સુચના આપવામાં આવેલ જે સુચના આધારે પો.ઇન્સ. તથા પો. સબ. ઇન્સ. એ તથા એસ. ઓ. જી. ટીમએ આરોપી મનસુખ હરજી કારેણા રહે. જામજોધપુરવાળાના હવાલો જામનગર ખાસ જેલમાંથી સંભાળી મજકુરને અટક કરેલ છે.

આરોપી મનસુખ હરજી કારેણા વિરૂધ્ધ અગાઉ હથીયાર ધારા, લૂંટ, મારામારી, દારૂના કેસો નોંધાયેલ છે. આજથી આશરે દસ વર્ષ પહેલા આ આરોપી સુરત શહેરમાં દોઢ લાખના હીરાની લૂંટમાં પણ ઝડપાયેલ છે. આરોપીને પકડવાની કામગીરીમાં પી. આઇ. કે. આઇ. જાડેજા, પીએસઆઇ એચ. સી. ગોહેલ તથા એએસઆઇ એમ. એમ. ઓડેદરા કે. બી. ગોરાણીયા, હેડ કોન્સ્ટેબલ મહેબુબખાને બેલીમ, સરમણભાઇ સવદાસભાઇ, તથા પોલીસ કોન્સ. વિપુલભાઇ બોરીચા, સમીરભાઇ જુણેજા, મોહીત ગોરાણીયા, સંજયભાઇ ચૌહાણ, ડ્રા. માલદેભાઇ પરમાર રોકાયેલ હતાં.

(11:50 am IST)