Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

જામજોધપુરના જામવાડીમાં સાડા ત્રણ લાખનો દારૂ કબ્જે

જામજોધપુર-જામનગર, તા.૬: જામજોધપુર તાલુકાના જામવાડી ગામે વૃંદાવન સોસાયટીમાં એક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની એલસીબી પોલીસને હકીકત મળી હતી જેના આધારે પીઆઈ ચોધરીના માર્ગદર્શન હેઠળ સમગ્ર સ્ટાફે દરોડો પાડ્યો હતો જેમાં પરેશભાઇ ઉર્ફે પરીયો છગનભાઇ હીંગરાજીયા પટેલ રહે. તીરૂપતી સોસયટી, ચીત્રકુટ સોસાયટીશેરી નંબર-૨ જામજોધપુર મુળ- વાંસજાળીયા વાળાના  મકાનમાંથી રૂપિયા ૩,૨૯,૧૧૫ની કીમતનો ૫૩૫ બોટલ દારૂ અને રૂપિયા ૯૬૦૦ ની કીમતનો ૯૬ નંગ બીયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા ૩,૩૯,૨૧૫નો જથ્થો કબજે કરી આરોપીની ધરપકડ કરી પ્રાથમિક પૂછપરછ કરી હતી.  જેમાં પ્રફુલભાઇ ઉર્ફે ડફુ પરસોતમભાઇ સીતાપરા પટેલ રહે. તીરૂપતી સોસાયટી, જામજોધપુર તથા ભરતભાઇ અંબાવીભાઇ ભડાણીયા પટેલ રહે. વૃદાવન સોસાયટી, જામવાડી સાગરભાઇ આહીર રહે. બોરીવલી નેશનલપાર્કની સામે, મુંબઇ મુળ- કચ્છ વાળાની સંડોવણી ખુલવા પામી હતી. પોલીસે તમામ સખ્સો સામે પ્રોહીબીશન કલમ ૬૫એ,૬૫ઇ,૮૧ મુજબ હેડ કોન્સ. પ્રતાપ ભુપત પરમારે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

(11:49 am IST)