Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

શાપર-વેરાવળમાં સ્ટારની ચેનલોના ગેરકાયદે પ્રસારણ અંગે કેબલ ઓપરેટર સામે ગુન્હો

શાપરમાં દારૂ ઢીંચી રીક્ષા ચલાવતો રાજકોટનો સાહિલ મલેક પોલીસની ઝપટે ચડી ગયો

રાજકોટ, તા. ૬ :. શાપર-વેરાવળમાં સ્ટારની ચેનલોનું ગેરકાયદે પ્રસારણ કરનાર કેબલ ઓપરેટર સામે કોપીરાઈટ એકટ તળે પોલીસમાં ફરીયાદ થઈ છે.

મળતી વિગતો મુજબ સ્ટાર ચેનલના કન્સલટન્ટ નિલેશ અનંતભાઈ સાવંત રે. મુંબઈએ શાપર-વેરાવળમાં શિવ કેબલ નેટવર્ક ચલાવતા લાલો સોઢા સામે શાપર-વેરાવળ પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ સ્ટાર ઈન્ડીયા કંપનીની સ્ટાર પ્લસ, સ્ટાર ભારત, સ્ટાર ગોલ્ડ, સ્ટાર ગોલ્ડ-૨ તથા સ્ટાર સ્પોર્ટસ ૧, ૨, ૩ ચેનલોનું કંપનીની પરવાનગી વગર તેઓના ગ્રાહકોને ગેરકાયદે પ્રસારણ કરી કંપનીના કોપીરાઈટનું ઉલ્લંઘન કરેલ છે. આ ફરીયાદ અન્વયે શાપર-વેરાવળ પોલીસે કેબલ ઓપરેટર લાલો સોઢા સામે કોપીરાઈટ એક તળે ગુન્હો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે. વધુ તપાસ હેડ કોન્સ. જી.કે. કોટડીયા ચલાવી રહ્યા છે.

તેમજ શાપર-વેરાવળમાં અતુલ ઓટો પાસે સર્વિસ રોડ ઉપર દારૂ પીધેલ હાલતમાં સીએનજી રીક્ષા નં. જીજે ૦૩ બીયુ ૭૩૮૬ લઈ નીકળેલ સાહિલ અકબરભાઈ મલેક રે. રસુલપરા કોઠારીયા રાજકોટને શાપર-વેરાવળના પો. કોન્સ. યોગીરાજસિંહ જાડેજાએ પકડી પાડી રીક્ષા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(11:48 am IST)