Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

સોમનાથમાં ટી.વી. સીરીયલ 'પંડયા સ્ટોર'નું શૂટીંગ

(મીનાક્ષી ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ-પાટણ-૬ : ભારતની સુપ્રસિદ્ધ સ્ટાર પ્લસ ચેનલ અને સ્ફીયર ઓરિજીસ મળીને 'પંડયા સ્ટોર' નામની ટી.વી. સીરીયલ બનાવી રહ્યા છે. તામીલ સીરીયલની આ રીમેક છે, પરંતુ તેમાં હવે ગુજરાતી ફલેર્વસ છે જેમાં એક મોટાભાઇની કથા જે પ્રેમાળ પત્ની સાથે કુટુંબ અને વ્યવસાયની તમામ જવાબદારી નિભાવે છે અને સોમનાથ પશ્ચાદ્ભૂ ધરાવતી આ સીરીયલ સોમનાથ મંદિર-નયન રમ્ય સોમનાથ સનસેટ અને રોશનીથી નિહાતા સોમનાથ મંદિરના દૃશ્યો કચકડે કંડારવામાં આવ્યા.

પોતાના કુટુંબ માટે સદા બધું ત્યાગ કરનારી ધરા પંડયા આ સીરીયલમાં શાઇની દોશીનું પાત્ર ભજવે છે તો ગૌતમ પૅડયા કિંશુક મહાજનનું પાત્ર ભજવે છે.

કિંશુક આ અગાઉ 'ચાંદ છૂપા બાદલમેં' સપના બાબુલકા, વિદાઇ, અફસર, બેટીયા, તેરે શહેરમેં, નાગીન, સીલસીલા, બદલતે રીશ્તે, ગઠબંધન, સહિત અનેક ટી.વી સીરીયલોમાં અભિનય આપેલ છે.

તો શાઇના દોશી-ધરા પંડયા ટી.વી. સીરીયલો 'સસ્વતી ચન્દ્ર', 'જમાઇ રાજ', 'સરોજીની સિંઘ', 'માહીસેન ગુપ્તા', 'ખતરો કે ખેલાડી' , રાધા શ્રીમદ્ ભાગવત પુરાણમાં અભિનય આપી ચૂકેલ છે.

(11:46 am IST)