Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

વાંકાનેર હોસ્પિટલે કોવિડ વેકિસન ડ્રાય રન

જાન્યુઆરીનાં ત્રીજા વીકમાં આપવાની શકયતા

વાંકાનેર તા. ૬ :.. સીવીલ હોસ્પિટલ ખાતે આગામી સમયમાં કોવિડ વેકિસન આવી જવાની સંભાવનાને ધ્યાને લઇ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યુ છે. અને હોસ્પિટલ ખાતે કોવિડ વેકિસનની ડ્રાય રન યોજવામાં આવી હતી.

સંભવત જાન્યુઆરી માસના ત્રીજા વીકમાં કોવિડ વેકિસન આપવાની શકયતાઓને પગલે વાંકાનેરનું આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે અને વેકિસન આપવા સમયે કોઇ સમસ્યા ન સર્જાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા ડ્રાય રન યોજવામાં આવી હતી. જેમાં રપ જેટલા હેલ્થ કેર વર્કરને રસીકરણ ક્રિયા કરાઇ હતી. આ તકે આરોગ્ય વિભાગના અધિકારીઓ, અધિક્ષક, વિગેરે હાજર રહ્યા હતા અને ડ્રાય રન કામગીરી સફળતાપૂર્વક પુર્ણ કરવામાં આવી હતી.

(11:46 am IST)