Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

સુરતથી દિકરીને તેડવા સાયલા કાશીપરા આવેલા હિમતભાઇ અને પુત્ર પર હુમલો

વેવાઇ રમેશભાઇએ ઝઘડો કરી લાકડીથી ફટકાર્યા

રાજકોટ તા. ૬: સુરત રહેતાં હિમતભાઇ દલસુખભાઇ સરવૈયા (ઉ.વ.૪૫) પોતાના પુત્ર પરેશ (ઉ.વ.૨૪)ની સાથે સાયલાના કાશીપરામાં દિકરી મમતા સાસરે હોઇ તેણીને તેડવા માટે આવતાં ધાવણી દિકરીને સાથે લઇ જવા બાબતે મમતાને સાસરિયામાં ચડભડ થતાં સસરા રમેશભાઇએ ગુસ્સે થઇ લાકડીથી હુમલો કરી હિમતભાઇ અને પુત્ર પરેશને માર મારતાં બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્પિટલ ચોકીના રણછોડભાઇ સાંબડે  સાયલા પોલીસને જાણ કરી હતી.

(11:45 am IST)