Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

મોરબી ટાઇલ્સની ફેકટરીના કવાર્ટરમાં કાચ માથે પડતા ૪ વર્ષના જગનનું મોત

બાળક રમતો'તોને કાચ માથે પડયોઃ રાજકોટની હોસ્પિટલમાં દમ તોડી દીધો

રાજકોટ તા. ૬: મોરબીના બેલા પીપળી રોડ પર આવેલી ટાઇલ્સની ફેકટરીની ઓરડીમાં કાચ માથે પડતા ચાર વર્ષના બાળકનું રાજકોટની ખાનગી હોસ્પિટલમાં મોત નિપજયું છે.

મળતી વિગત મુજબ મહારાષ્ટ્રના અકુલકુવાના વતની હાલ મોરબી બેલા પીપળી રોડ પર આવેલી લેકમી વીકટી ફાઇડ નામની ટાઇલ્સની ફેકટરીમાં મજૂરી કામ કરતા અને ફેકટરીની ઓરડીમાં રહેતા કરણભાઇ વસાવાનો ૪ વર્ષનો પુત્ર જગન વસાવા ગઇકાલે ઓરડીમાં રમતો હતો ત્યારે મોટો કાચ અચાનક તેના માથા પર પડતા જગતને માથા પાછળના ભાગે ગંભીર ઇજા થતા તેને સારવાર માટે મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટની ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક જગન બે ભાઇ એક બહેનમાં નાનો હતો. આ અંગે બી ડીવીઝન પોલીસ મથકના એએસઆઇ વિક્રમસિંહ તથા રાઇટર કિશનભાઇએ પ્રાથમીક કાગળો કરી મોરબી મોકલવા તજવીજ હાથ ધરી છે.

(11:44 am IST)