Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

મોરબીના રેલવે સ્ટેશન નજીક કન્ટેનરની ઠોકરે શિક્ષિકાનું કરૂણ મોત

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૬ : રેલ્વે સ્ટેશન નજીકથી પસાર થતા મહિલા શિક્ષિકાનું કન્ટેનરને ઠોકરે મોત થયું હતું તો અકસ્માત બાદ કન્ટેનર ચાલક નાસી ગયાનું જાણવા મળ્યું છે.

બનાવની મળતી માહિતી મુજબ મોરબીના સુપર ટોકીઝ નજીકની રાવલ શેરીમાં રહેતા અને નવલખી ફાટક પાસે લાયન્સ સ્કૂલના શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ગોરીબેન ચમનભાઈ સીપરા (ઉ.વ.૬૦) નામના શિક્ષિકા પગપાળા ચાલીને જતા હોય ત્યારે રેલ્વે સ્ટેશન પાછળના ભાગમાં કન્ટેનર ચાલકે મહિલા શિક્ષિકાને ઠોકરે ચડાવી હતી જે અકસ્માતમાં ગંભીર ઇજાને પગલે શિક્ષિકાનું કરુણ મોત થયું હતું જે બનાવ અંગે રેલ્વે પોલીસમાંથી મળતી માહિતી મુજબ અકસ્માત સર્જી કન્ટેનર ચાલક નાસી ગયો હતો તો પોલીસે બનાવની નોંધ કરી ફરીયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

(11:38 am IST)