Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

મોરબીમાં કોરોના વેકસીનનું ડ્રાય રન : રસીકરણ અભિયાન માટે આરોગ્ય તંત્ર સજ્જ ડ્રાય રનની સમગ્ર પ્રક્રિયા

પહેલેથી નોંધાયેલ વેકિસન લેનાર ઉપભોકતાનુંકો-વીન સોફટવેરમાં નામાંકન થયેલ હોય છે. તેને મોબાઇલના મેસેજ મારફતે વેકસીન લેવા અંગેની સંપૂર્ણ માહિતી સાથેનો મેસેજ મોકલી આપવામાં આવે છે. આવા ઉપભોકતાએ પોતાનું ઓળખ પત્ર બતાવીને કોરોના વેકિસન મેળવવાની હોય છે. પ્રથમ નામની ચકાસણી અને ત્યાર બાદ મુલાકાત ખંડ એટલે કે વેઇટીંગ એરીયામાં બેસાડવામાં આવે છે અને પ્રાથમિક તપાસ કર્યા બાદ વેકિસનનો પ્રથમ ડોઝ આપવામાં આવે છે. ડોઝ આપ્યા બાદ તેને દેખરેખ હેઠળ અલાયદા રૂમમાં અડધો કલાક બેસાડી સતત નિરીક્ષણ કરવામાં આવે છે.

(11:35 am IST)