Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

વઢવાણ : કિરીટસિંહ રાણાનું સન્માન

વઢવાણ : લીંબડી વિધાનસભામાં પેટા ચૂંટણીમાં ભાજપના કિરીટસિંહ રાણાનો વિજય થતા સન્માન સમારંભ યોજવામાં આવેલ હતો. સુરેન્દ્રનગર જિલ્લાના ચૂડા સાયલા વઢવાણ લીંબડીની વિવિધ સંસ્થાઓ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. વેપારી મંડળો શૈક્ષણિક સંસ્થાઓ તથા વિવિધ જ્ઞાતિ અગ્રણીઓ દ્વારા કિરીટસિંહનું સન્માન કરવામાં આવ્યુ હતુ અને રાજયમાં મંત્રીપદની માંગણી કરેલ હતી. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઇ મકવાણા, સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. સન્માન કરાયું તે તસ્વીર.

(11:33 am IST)