Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

અંજારમાં ૨૫ કિલો ગાંજા સાથે ઝડપાયો

મામા ભાણેજ દ્વારા છુટક ગાંજો વેચવાનું નેટવર્ક ખુલ્યુ

ભુજ,તા.૬:  પૂર્વ કચ્છ એસઓજી પોલીસે પૂર્વ બાતમીના આધારે અંજાર વરસામેડી એરપોર્ટ રોડ ઉપર બાઈક ઉપર જઈ રહેલા યશવંત પવન મંડલ નામના યુવાનને ગાંજાના મોટા જથ્થા સાથે ઝડપી પાડયો હતો.

મૂળ બિહારના ભાગલપુરનો એવો યશવંત ઓરિસ્સાથી ગાંજાનો જથ્થો લાવ્યો હતો. તેની પાસેથી ૨૪ કિલો ૬૩૦ ગ્રામ ગાંજો ઝડપાયો હતો. અહીં તેણે ગળપાદર ગામે રહેતા પોતાના મામાને ઘેર ગાંજો રાખ્યો હતો.

પોલીસે ૨,૪૬,૩૫૦ રૂ.નો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. મામા ભાણેજ સાથે મળીને છૂટક ગાંજો વેચતાં હોવાનું પ્રાથમિક પૂછપરછમાં ખુલ્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

(11:13 am IST)