Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

વિંછીયાના સનાળા ગામે સવા લાખનો દારૂ વાડીમાંથી કબ્જે

આટકોટ,તા. ૬: સનાળા ગામે આનંદ ભુપતભાઇ સાબળીયાની વાડીએ ઇન્ચાર્જ પો.ઇન્સ.આર.પી.કોડીયાતર તથા પો.હેડ કોન્સ. વિનુભાઇ વાસાણી તથા પો.હેડ કોન્સ. રાજેશભાઇ તાવીયા તથા પો.કોન્સ. મથુરભાઇ વાસાણી તથા પો.કોન્સ. ભાવેશભાઇ પરમાર તથા પો.કોન્સ. અમીતભાઇ સિધ્ધપરા તથા પો.કોન્સ. જીતેન્દ્રભાઇ ગોહિલ તથા પો.કોન્સ. કલ્પેશભાઇ મકવાણા તથા પો.કોન્સ. હરેશભાઇ જાંબુકીયા તથા પો.કોન્સ. સંજયભાઇ મેટાળીયા તથા ડ્રા પો.કોન્સ. બળવંતભાઇ ડાભી એમ પો.સ્ટાફ સાથે રેઇડ કરતા કુલ બોટલ નંગ-૩૮૪, જેની કિ.રુ.- ૧,૩૪,૪૦૦/- તથા મો.સા. નંગ-૨, કિ.રુ.- ૫૦,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિ.રુ.- ૧,૮૪,૪૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપી ચંદુભાઇ ઓધાભાઇ સાથળીયા,દે.પુ., ઉ.વ.-૩૭, ધંધો-મજુરી, રહે-સનાળા તા-વિંછીયા વાળો મળી આવતા મજકુરને હસ્તગત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

જ્યારે આરોપી ના નામ  તરીકે(૧) ચંદુભાઇ ઓધાભાઇ સાથળીયા, દે.પુ., ઉ.વ.-૩૭, ધંધો-મજુરી, ર(૨) આનંદભાઇ ભુપતભાઇ સાબળીયા (૩) દિલીપભાઇ ચતુરભાઇ સાબળીયા, રહે- ત્રણેય સનાળા તા-વિંછીયા (૪) દિનેશભાઇ કાળુભાઇ મેર (૫) મુનાભાઇ કાળૂભાઇ મેર (૬) વિપુલભાઇ મકવાણા રહે-ત્રણેય સખપર તા-ગઢડા બહાર આવ્યા છે.

(11:12 am IST)