Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

માળીયા મિયાણાના બગસરામાં આઠ હજારના ચોરાઉ ડીઝલ સાથે સોમા કોળી પકડાયો

મોરબી તા. ૬: માળિયામાં ડીઝલ ચોરીને પગલે પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બગસરા ગામમાં એક ઘરમાં ચોરીનો જથ્થો હોવાની બાતમીને આધારે પોલીસે દરોડો કરીને ડીઝલ ચોરીનો મુદામાલ જપ્ત કર્યો છે.

મળતી વિગત મુજબ મોરબી જીલ્લા ઇન્ચાર્જ એસપી ડી. જી. ચૌધરીની સુચના અને ઇન્ચાર્જ ડીવાયએસપી વી. બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ માળિયા તાલુકા પીએસઆઇ જી. વી. વાણીયાની ટીમના સી. એસ. કડવાતર, ભરતભાઇ ગોઢડીયા, કિશોરભાઇ છૈયા સહિતની ટીમ ડીઝલ ચોરી મામલે પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે બગસરા ગામમાં રહેતા સોમાભાઇ સવજીભાઇ કોળી (ઉ.વ. રર) ના ઘરમાં દરોડો પાડયો હતો અને ઘરની ઝડપી લેતા ઘરમાંથી ચોરીમાં ગયેલ ડીઝલ ભરેલ ૩૦-૩૦ લીટરના ચાર કેરબા કુલ લીટર ૧ર૦ કીંમત રૂ. ૮૪૦૦નો મુદામાલ મળી આવતા મુદામાલ જપ્ત કરીને આરોપીને ઝડપી લીધો છે અને વધુ તપાસ ચલાવી છે.

(1:08 pm IST)