Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

જૂનાગઢના માજી સાંસદ નાનજીભાઇ વેકરીયાનું અવસાન થતા સોરઠ પંથકમાં ઘેરા શોકની લાગણી

સોરઠ-જૂનાગઢને ઉચ્ચ અભ્યાસક્રમો આપનારા શિક્ષણના ભિષ્મ પિતામહ : જૂનાગઢ ખાતે યોજાયેલ અંતિમયાત્રામાં વિવિધ ક્ષેત્રોના આગેવાનો જોડાયા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૫ : સોરઠમાં ઉચ્ચ શિક્ષણના બીજ રોપી શૈક્ષણિક કાંતિ લાવનાર પૂર્વ સાંસદ નાનજીભાઇ વેકરીયાનું અમદાવાદ ખાતે નિધન થતા સોરઠમાં ઘેરા શોકની લાગણી પ્રસરી જવા પામી છે. આજે બપોરે જૂનાગઢ ખાતે યોજાયેલ અંતિમયાત્રામાં રાજકીય આગેવાનો તેમજ વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

પાંચ દાયકા પહેલા સોરઠના જાહેર જીવનમાં આવી નાનજીભાઇ વેકરીયાએ વર્ષ-૧૯૬૯માં જૂનાગઢ જુનિયર ચેમ્બર એજ્યુકેશન ટ્રસ્ટની સ્થાપના કરી વિવિધ ઉચ્ચ અભ્યાસક્રમો અંગે કોલેજો શરૃ કરી હતી. આ ટ્રસ્ટના તેઓ મૃત્યુપર્યન્ત પ્રમુખ રહ્યા હતા. વર્ષ -૧૯૭૧માં તેઓ ઇન્દીરા કોંગ્રેસ પક્ષના નેજા હેઠળ લોકસભા ચૂંટણી લડ્યા હતા. જેમાં તેમણે સામેના સ્વતંત્ર પક્ષના વિરેન્દ્ર શાહને ૫૫ હજાર મતની લીડથી પરાજીત કર્યા હતા. તેમણે પાંચ વર્ષ સુધી સાંસદ તરીકે કરેલા કાર્યો આજે પણ જૂનાગડના લોકો યાદ કરે છે. તેઓ અમદાવાદ ખાતે તેમના પૌત્રી કોશાબેનના લગ્ન પ્રસંગ ગયા હતા જયાં ગત રોજ મધ્યરાત્રે કન્યાદાન આપ્યા બાદ તેમનું સવારે ૧૧ કલાકે અવસાન થયું હતું. ૮૫ વર્ષની વયે પણ તેઓ અંતિમ ક્ષણ સુધી સ્વસ્થ હતા. આજે જૂનાગઢ ખાતે યોજાયેલ તેમની અંતિમયાત્રામાં ધારાસભ્ય ભીખાભાઇ જોષી, જેઠાભાઇ પાનેરા, કાંતિભાઇ ફડદુ, ડો.જી.કે.ગજેરા, ડો.ડી.પી.ચિખલીયા, પંકજભાઇ ભરડા સહિત સોરઠના વિવિધ ક્ષેત્રના આગેવાનો તેમજ જે.જે.સી.ઇ. ટ્રસ્ટના ટ્રસ્ટી હરીભાઇ પટેલ, ડો.ડી.જી.મોદી તથા ટ્રસ્ટ કોલેજોના પ્રિન્સિપાલો ડો.એમ.પી. ત્રાડ, ડો.એસ.સાંઇશિવમ, ડો.નિસાર મુન્સી, ડો.પરવેઝ બ્લોચ, ડો.નિરંજનાબેન મહેતા અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. તેમના નિધનના સમાચારથી ગોધરા યુનિવર્સિટીના કુલપતિ પ્રતાપસિંહ ડોડીયા અને ભકતકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જૂનાગઢના કુલપતિ પ્રો.ડો.ચેતન ત્રિવેદીએ તેમના પરિવારજનોને શ્રધ્ધાંજલી સંદેશ પાઠવ્યા હતા તેમજ સોશ્યલ મીડીયા દ્વારા પણ વિવિધ અગ્રણીઓ અને સ્નેહીજનોએ શ્રધ્ધાંજલી અર્પી હતી.

ગ્.ગ્.ખ્, ફાર્મસી જેવા ઉચ્ચ અભ્યાસક્રમો શરૃ કરાવ્યા

પાંચ દસકા પહેલા સોરઠ વિસ્તારમાં ઉચ્ચ શૈક્ષણિક અભ્યાસક્રમોની ખોટ હતી તે સમયે નાનજીભાઇ વેકરીયાએ વર્ષ -૧૯૬૯માં જે.જે.સી.ઇ. ટ્રસ્ટની સ્થાપના કરી સૌપ્રથમ કોમર્સ અને લો કોલેજ સોરઠને આપી હતી. આ સાથે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગ્.ગ્.ખ્ અભ્યાસક્રમની શરૃઆત કરી હતી અને જૂનાગઢમાં સૌપ્રથમગ્.ગ્.ખ્ કોલેજ શરૃ કરી હતી. તેવી જ રીતે ફાર્મસી કોલેજ પણ શરૃ કરી હતી. બાદમાં પ્.ગ્.ખ્જેવા ઉચ્ચ અભ્યાસક્રમો શરૃ કર્યા હતા. તેમણે જૂનાગઢ કેળવણી મંડળની પણ સ્થાપના કરી સોરઠમાં સૌપ્રથમ પ્.ચ્ફુ. કોલેજ શરૃ કરાવી હતી. જ્યારે ગ્.ચ્ફુ., પ્.ઘ્ંૃ. સહિતના ઉચ્ચ અભ્યાસક્રમો શરૃ કરાવ્યા હતા. તેમણે મૃત્યુ પર્યન્ત આ બંને સંસ્થાઓનું પ્રમુખ પદ શોભાવ્યું હતું. અને સોરઠના હજ્જારો વિદ્યાર્થીઓની કારર્કિદી ઘડતર અંગે સતત સક્રિય રહ્યા હતા. તેમના નિધનથી સોરઠના શિક્ષણ જગતમાં પણ કદી ન પુરી શકાય તેવી ખોટ પડી છે. તેમ ટ્રસ્ટી  ડો.ડી.જી. મોદી દ્વારા જણાવાયું છે.

(1:50 pm IST)