Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

જુનાગઢ શ્રી સ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિરે ભવ્‍ય ધર્મોત્‍સવ

શ્રી રાધારમણદેવ નૂતન ભોજનાલયનું ખાતમુહુર્ત-શિલાન્‍યાસ મહોતસવઃ શ્રીમદ સત્‍સંગી જીવન કથા તથા ઘરસભાનું આયોજનઃ ચેરમેન પૂજય કોઠારી સ્‍વામી દેવનંદનદાસજી , મહત શાષાી સ્‍વામી શ્રી પ્રેમસ્‍વરૂપદાસજી (નવાગઢવાળા) તથા કોઠારી પી.પી.સ્‍વામી સહીતના સંતોના માર્ગદર્શન હેઠળ તડામાર તૈયારી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા., ૫: શહેરના જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિર ખાતે શ્રી રાધારમણદેવ નૂતન ભોજનાલયનો ખાતમુહર્ત  તેમજ શીલાન્‍યાસ મહોત્‍સવનું તા.૧૩ થી તા.૧૯ ડિસેમ્‍બર ૨૦૨૨ દરમ્‍યાન આયોજન કરવામાં આવેલ છે. આ સાથે જ આ મહોત્‍સવ અંતર્ગત શ્રીમદ સત્‍સંગી તથા ઘરસભાનો  કાર્યક્રમ યોજવામાં આવનાર છે. ૪૦ર મી કથાનો કાર્યક્રમ યોજાઇ રહયો છે. ત્‍યારે પુજય સદગુરૂ સ્‍વામી શ્રી નિત્‍યસ્‍વરૂપદાસજી આ ઘરસભાના વકતા તરીકે બીરાજી અને કથાનું રસપાન કરાવશે. આ ભવ્‍યાતીભવ્‍ય કાર્યક્રમને સફળ બનાવવા માટે તડામાર તૈયારી ચાલી રહી છે.

ભગવાન સ્‍વામીનારાયણનાં સ્‍વહસ્‍તે પધરાવેલા સિધ્‍ધેશ્વર મહાદેવ સહીતના દેવો જયાં બિરાજમાન છે તેવા જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્‍વામીનારાયણ મુખ્‍ય મંદિર ખાતે અનેકવિધ કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. ચેરમેન પૂજય કોઠારી સ્‍વામી દેવનંદનદાસજી તથા મહંત શાષાી સ્‍વામી પ્રેમસ્‍વરૂપદાસજી (નવાગઢવાળા) અને કોઠારી પી.પી.સ્‍વામી, કુંજ સ્‍વામી સહીતના સંતો અને સેવકગણ દ્વારા ધાર્મિક, સામાજીક, સેવાકીય કાર્યો કરવામાં આવી રહેલ છે. આ મંદિરના સર્વાગી વિકાસ માટે પણ અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહયા છે. અહી બિરાજમાન સિધ્‍ધેશ્વર મહાદેવ સહીતના દેવો ભકતજનોનો મનોકામના પુર્ણ કરે છે. ત્‍યારે દુર દુરથી ભાવીકો અને સેવકો દર્શનાર્થે આવી રહયા છે.

તેઓના માટે રહેવા તથા ભોજન માટેની સુંદર વ્‍યવસ્‍થા મંદિર પરીસરમાં કરવામાં આવી રહી છે. દરમ્‍યાન  અહી આવનારા દર્શનાર્થીઓ માટે એક સાથે ૧૦૦૦ દર્શનાર્થીઓ ભોજન-પ્રસાદ લઇ શકે તેવી વ્‍યવસ્‍થા માટે રાધારમણ દેવ નુતન ભોજનાલયના નિર્માણનો શુભ પ્રસંગ અંતર્ગત  ખાતમુહુર્ત, શીલાન્‍યાસ મહોત્‍સવ યોજવામાં આવી રહેલ છે. જે અંગેની વિગતો આપતા સંતોએ જણાવ્‍યુ હતું કે સોરઠ પ્રદેશના રાજાધિરાજ શ્રી રાધારમણ દેવ-શ્રી હરીકૃષ્‍ણ મહારાજ, શ્રી રણછોડ ત્રિકમરાય અને શ્રી સિધ્‍ધેશ્વર મહાદેવજીના ચરણકમળથી હેતપુર્વક આશીર્વાદ સહ જયશ્રી સ્‍વામીનારાયણ સાથ ભાવભર્યુ આમંત્રણ પાઠવેલ છે. વધુમાં ભારત વર્ષની ઐતિહાસીક ગરીમાંથી સુશોભીત ગરવા ગઢ ગીરનારની ગોદમાં ભગવાન શ્રી સ્‍વામીનારાયણ સ્‍વાહસ્‍તે  પ્રસ્‍થાપિત અને સોઠ સત્‍સંગીઓની આસ્‍થા અને ઉપાસના કેન્‍દ્ર સમાન સર્વોપરી તીર્થધામ શ્રી જુનાગઢમાં બીરાજમાન સોરઠ પ્રદેશના ધીંગા ધણી શ્રી રાધારમણ દેવની સમીપે બિરાજમાન આરાધ્‍ય ઇષ્‍ટદેવ શ્રી હરીકૃષ્‍ણ મહારાજની પુર્ણકૃપાથી વડતાલ પીઠાધીપતી પ.પૂ. સનાતન ધ.ધુ. ૧૦૦૮ શ્રી આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજશ્રી રૂડા આશીર્વાદથી દેવોનાં દર્શનાર્થે પધારનાર હરિભકતોને સુંદર સુવિધા પ્રાપ્ત થાય તેવા શુભ હેતુથી સૌ સંતો-ભકતોની ભાવના મુજબ મંદિર પરિસરની કાયા પલટનાં સંકલ્‍પ દ્રષ્‍ટા પૂ. કો. સ્‍વા. દેવનંદનદાસજી (ચેરમેનશ્રી)નાં માર્ગદર્શન મુજબ મંદિર પરિસરમાં શ્રીરાધારમણદેવ નૂતન ભોજનાલયનું ખાતમુર્હુત - શિલાયન્‍યાસવિધિ સં. ર૦૭૯ મહાવદ-૭, તા. ૧પ-૧ર-ર૦રર નાં રોજ રાખવામાં આવેલ છે. આ પ્રસંગે ૯૮ર થી ૯૮૮ મી ઘરસભા અંતર્ગત તા. ૧પ-૧ર-ર૦રર માગસદ વદ-પ થી તા. ૧૯-૧ર-ર૦રર માગસર વદ-૧૧ સુધી સ. ગુ. શ્રી શતાનંદસ્‍વામી રચિત ૪૦રમી શ્રીમદ્‌્‌ સત્‍સંગિજીવન કથાપારાયણનું આયોજન કરેલ છે.

 જેનાં વકતાપદે પૂ. સ. ગુ. સ્‍વામી શ્રી નિત્‍યસ્‍વરૂપદાસજી વ્‍યાસાસના રૂઢ બની અને સંગીતની સુરાવલીનાં સથવારે સુમધુર કથા ચરિત્રામૃતનાં પિયુષ પાન કરાવશે. ભગવાન શ્રીહરિનાં અતિ પ્રસાદિભૂત તીર્થધામની ગોદમાં ઘરસભા સત્‍સંગની શીતળ આધ્‍તાત્‍મ છાયામાં કથા રસલહાણનો આસ્‍વાદ માણવા, દેવદર્શન-ધર્મકુળ દર્શન-સંતદર્શન-ભજન-કથાવાર્તા  અને તીર્થસ્‍થાનોનાં દર્શનનો લાભ લઇ જીવનને ભાગ્‍યવંતુ બનાવવા આ અવસરમાં પરિવારજનો અને મિત્ર મંડળ સહિત પધારી દિવ્‍યાનંદનો આસ્‍વાદ માણી મોક્ષભાગી બનાવ સોરઠ પ્રદેશનાં સમસ્‍ત સંતો તથા હરિભકતો સત્‍સંગ સમાજ વતી મહંત શા. સ્‍વામિશ્રી પ્રેમસ્‍વરૂપાદાસજી (નવાગઢવાળા) (મુખ્‍ય કોઠારીશ્રી) તથા કો. શ્રી પી. પી. સ્‍વામિએ ભાવભર્યુ નિમંત્રણ પાઠવેલ છે.

(1:43 pm IST)