Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

જેતપુરમાં બે મહિલા સહિત આઠ જુગાર રમતા પકડાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.પ : જેતપુર જુગાર રમતી ર મહિલા સહિત ૮ ને રોકડા ર૭ હજાર સાથે શહેર પોલીસે ઝડપી લીધા હતા.

શહેરમાં રાતૈયા હનુમાન વિસ્‍તારમાં જુગાર રમાતો હોવાની બાતમી આધારે સીટી પી.આઇ.  અભયચંદ હેરમા સ્‍ટાફના ઘનશ્‍યામસિંહ જાડેજા, હિતેષ્‍ભાઇ વરૂ, શકિતસિંહ ઝાલા, રામજીભાઇ ગરેજા, મનદિપસિંહ જાડેજા, જયેશભાઇ દાફડા, રાજુભાઇ શામળા, નિલેષભાઇ મકવાણા, વાસુદેવસિંહજાડેજા, ગીતાબેનને  સાથે રાખી રેડ કરતા જાહેરમાં તીનપતીનો જુગાર રમતા ખોડીદાસ ઉર્ફે ખોડો મેઘજીભાઇ દાફડા (જુનાગઢ રોડ) નીતીન ઉર્ફે ગબ્‍બર દામજીભાઇ ભુવા (જેતલસર જંકશન) અર્જુન ઉર્ફે કિશન ચનાભાઇ વાણવી (રણુજા સોસાયટી) છતીસ બીરબલ ચૌહાણ (યુપી) દિનાનાથ નારાયણ  સહાની (યુપી) અલ્‍તાફ ઇકબાલભાઇ મનસુરી (મસ્‍જીદ પાસે બળદેવધાર) ઢેલીબેન રાણાભાઇ ઓડેદરા (બળદેવ ધાર) જોશનાબેન ગીગાભાઇ તારીયા (રહે. શાંતીનગર) તમામને રોકડ રૂા.ર૭૪૩૦ સાથે પકડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ.

(2:37 pm IST)