Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

રાત્રીના રાહદારીઓને છરી બતાવી લૂંટ ચલાવતી ટોળકીના ફરાર આરોપીને પકડી પાડતી જામનગર પોલીસ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૫ : સીટી એ ડીવી પો.સ્‍ટે.ના ગુ.ર.નં. ૧૧૨૦૨૦૦૮૨૨૧૮૪૫ ઇ.પી.કો. કલમ ૩૯૨,૧૧૪ મુજબનો ગુન્‍હો દાખલ થયેલ. જે ગુન્‍હાના ફરીયાદી હિતેશભાઇ અમુભાઇ પરમાર સતવારા ઉવ.૨૯ ધંધો શાકભાજીનો વેપાર રહે. મોરકંડા રોડ, સનસીટી-૨, દેડકાવાળાની વાડીમાં વાળાએ પોતે સવારના સમયમાં પોતાનું મો.સા. લઇને હાપા માર્કેટીંગ યાર્ડ ખાતે શાકભાજી લેવા જતા હતા. ત્‍યાર સનસીટી-૨ ના ઢાળીા પાસે પહોંચતા એક મો.સા. ગાડીમાં ત્રણ ઇસમ આવેલ ફરીને રોકી અને ફરીયાદીના ગળા પર છરી રાખી અને રૂા. ૨૫૦૦થી રૂા. ૩૦૦૦ ની લુંટ ચલાવેલની ફરીયાદ જાહેર કરેલ હતી.

આ લુંટ કરનાર બે આરોપીઓ ભાગતા સનસીટી-૨ના રહેવાસીઓએ પકડી પાડેલ અને સીટી એ ડીવી. પો.સ્‍ટે. જાણ કરતા સીટી એ ડીવી. પોલીસ સ્‍ટાફ તાત્‍કાલીક ઘટના સ્‍થળે પહોંચી આ લુંટ કરનારમાંથી આરોપીઓનો કબ્‍જો લઇ લુંટમાં સામેલ ત્રીજા આરોપી નાશી ગયેલ હોય જેની વિગત મેળવી સર્વેલન્‍સ સ્‍ટાફ દ્વારા આ ત્રીજા આરોપી ખલીલ ઇસ્‍માઇલને મોટાપીરના ચોક પરથી કોર્ડન કરીને પો.સ્‍ટે. લાવેલ અને ઉપરોકત ત્રણેય આરોપીઓ વિરૂધ્‍ધ ફરીયાદી હીતેશભાઇ અમુભાઇ પરમારએ ફરીયાદ કરેલ.

આરોપીઓ રાત્રીના સમયે સુમસાન રસ્‍તનો લાભ લઇ રાહદારીના વાહન સાથે આરોપીઓ પોતાનું વાહન અથડાવી ઝઘડો અને હથીયારો વડે મારી નાખવાની ધમકી આપી રાહદારીઓ પાસેથી રોકડ રકમ અને કિંમતી ચીજવસ્‍તુઓની લુંટ ચલાવી નાશી જતા.

આ કામગીરી પોલીસ ઇન્‍સ. એમ.બી.ગજ્જર, પો.સબ.ઇન્‍સ. બી.એસ. વાળા તથા પો.હેડ કોન્‍સ. દેવાયતભાઇ આર.કાંબરીયા તથા મહીપાલસિંહ એમ.જાડેજા તથા રવિરાજસિંહ એ. જાડેજા તથા રવિન્‍દ્રસિંહ એન.પરમાર તથા પો.કોન્‍સ. શિવરાજસિંહ રાઠોડ તથા કાનાભાઇ દેવાભાઇ ધ્રાંગીયા દ્વારા કરવામાં આવેલ છે.

(2:38 pm IST)