Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

વાંકાનેરમાં ચૂંટણી પરિણામો પૂર્વે ભારે દ્વિધા !

અગાઉ જોવા ન મળ્યુ હોય તેવું સર્જાયુ છે સસ્પેન્સ થ્રીલર

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર,તા. ૫ : વાંકાનેરમાં કુલ મતદાન બે લાખ, એક હજાર, સાત સો પાંસઠનું થયું છે. આ બેઠકની મતદાનની ટકાવારી ૨૦૧૭થી ઘટી હોય, લોકોમાં ઠેરઠેર જે દ્વિધા જોવા મળી રહી છે તેના મૂળમાં પણ આ વાસ્તવિકતાનો નકાર થઇ શકતો નથી કે, અહીં ખુદ કેજરીવાલ તેમજ સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથ પ્રચારનો ભાગ બન્યા હોવા છતાં સ્ટાર પ્રચારક યોગી આદિત્યનાથ પ્રચારનો ભાગ  બન્યા હોવા છતાં મતદાન ગત ચૂંટણીની સરખામણીએ ખૂબ વધુ થવું જોઇએ તેને બદલે ટકાવારી ઘટી કેમ ? શું ભાજપથી નારાજ નેતાઓની ઇચ્છાશકિતનો અભાવ જોવા મળ્યો કે શુ? આવા ઉદ્ભવેલા અનેક તર્કથી લોકચર્ચાઓમાં ભારે સસ્પેન્સ, માથુ ખંજવાળનારો સાબિત થઇ રહ્યો છે.

હાલ મુખ્ય ત્રણેય પક્ષો જીત માટે જે દાવો કરી રહ્યા છે તે મુજબ ભાજપ વર્તુળો કહે છે કે અમને ૮૬ હજાર મતો મળે છે. કોંગ્રેસ વર્તુળો દાવો કરે છે. અમારા કેલ્કયુકેશન મુજબ અમને ૮૩ થી ૮૭ હજાર મતો મળે છે. જ્યારે આમ આદમી પાર્ટીના દાવા મુજબ તેઓને ૭૮ હજાર મતો મળે છે.

આ વેળા આમ આદમી પાર્ટીની નવા મજબુત વિકલ્પ અને નિર્ણાયક ભૂમિકા સર્જાયેલી જોવા મળતી હોય, આ બેઠકમાં બહુમતિ સમુદાય કોળી સમાજનો હોય, આપના ઉમેદવાર પણ કોળી હોય, આ બેઠકમાં 'આપ'ની ભૂમિકા કેવી અને કેટલી સબળ રહે છે ? તેના આધારે જ ભાજપ -કોંગ્રેસ અથવા પછી આમ આદમી પાર્ટીના ઉમેદવારની જીત નિશ્ચિત બનશે.ર્ી

રાજય સ્તરે લોકોમાં એવી ચર્ચાઓ પણ સાંભળવા મળી રહી છે કે ભૂતકાળમાં જ્યારે જ્યારે પણ મતદાનની ટકાવારી ઉંચી જોવા મળી હતી ત્યારે ત્યારે તે માત્ર ભાજપને જ ફાયદારૃપ સાબિત થયેલી હતી. આ વેળા રાજયમાં પ્રથમ તબક્કામાં ભારે પ્રચાર છતાં મતદાનની ટકાવારી નીચી જોવા મળી છે. જેને કોઇ નકાર કરી શકે તેમ નથી. જો હવે બીજા તબક્કાના મતદાનમાં પણ આવી જ નીચી ટકાવારી જોવા મળશે તો 'આપ' નામનું પ્રવેશેલુ ત્રીજુ પરીબળ કદાચ રાજયમાં નવો અપસેટ, સર્જે તેવા તર્કનો નકાર થઇ શકતો નથી.

વાંકાનેર બેઠક માટે હાલ પરિણામ પૂર્વેનો સમયગાળો અગાઉ ન સર્જાયેલ હોય તેવું 'સસ્પેન્સર થ્રીલર' વિશેષ એટલા માટે અનુરૃપ બનેલ છે. કારણ કે ભૂતકાળ જોઇએ તો આ બેઠકમાં ત્રીજા વિકલ્પ તરીકે જયારે જ્યારે પણ કોળી ઉમેદવારે અપક્ષ તરીકે જંગ લડ્યો છે ત્યારે ત્યારે તેનો પરાજય થયો હતો. પરંતુ આ પણ વાસ્તવિકતા છે જે જ્યારે જ્યારે પણ આ બેઠકમાં કોળી ઉમેદવાર પક્ષના બેનર તળે ચૂંટણી લડ્યા છે ત્યારે તેઓ અચુક જીત્યા છે.

(12:40 pm IST)