Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

સુરેન્‍દ્રનગર : બે મેજીસ્‍ટ્રેટના બનાવટી રાજીનામા બનાવી હાઇકોર્ટમાં મોકલવા અંગે એસ.ઓ.જી. દ્વારા વકીલની ધરપકડ

પોલીસની ઉંડી તપાસ બાદ એસ.ઓ.જી. પી.આઇ. પઢીયારની ટીમને સફળતા મળી

સુરેન્‍દ્રનગર,તા.૫ : સુરેન્‍દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી હરેશ દુધાત સાહબ સુરેન્‍દ્રનગર જીલ્લામાં બનતા શરીર સબંધી તથા મિલકત સબંધી ગુન્‍હા બનતા અટકાવવા અને આવા ઈસમો વિરૂધ્‍ધ કાર્યવાહી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય. જે અન્‍વયે એસ. ઓ.જી પો.ઇન્‍સ. એસ.એમ જાડેજાનાઓ બે મેજીસ્‍ટ્રેટોના બનાવટી રાજીનામાના ગુન્‍હાની તપાસ કરી રહેલ આ ગુન્‍હામા ગઇ તારીખ-૦૯/૧૦/૨૦૨૧ ના રોજ કોઇ ઇસમોએ લીંબડી સેસન્‍સ જજ   પ્રતિક જે. તમાકુવાલા તથા સુરેન્‍દ્રનગરના ચીફ જ્‍યુડિસ્‍પલ મેજીસ્‍ટ્રેટ કુમારી રુચીતા રાજે નાઓના નામના બનાવટી રાજીનામા તૈયાર કરી ખોટી સહીઓ કરી ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ ખાતે મોકલી આપેલ જે ગુન્‍હાની તપાસમા પોલીસે ઉંડાણ પૂર્વક તપાસ કરી શકદારોના હસ્‍તાક્ષરોના નમુના મેળવી હસ્‍તાક્ષર નિષ્‍ણાત  રાજકોટ તરફ મોકલી આપેલ સુરેન્‍દ્રનગરના વકીલ   મહેન્‍દ્ર જયંતીલાલ મુળીયાના હસ્‍તાક્ષર મળતા આવતા આજરોજ એસ.ઓ.જી પોલીસે તેઓની આરોપી તરીકે ધરપકડ કરેલ છે.

  સુરેન્‍દ્રનગર જીલ્લામાં ફરજ બજાવતા બે જજના બોગસ રાજીનામા બનાવી ડિસ્‍ટ્રીક્‍ટ જજ અને હાઈકોર્ટમાં મોકલી ખળભળાટ મચાવનાર સુરેન્‍દ્રનગરના વકીલને એસ.ઓ.જી. પોલીસની ટીમે સવા વર્ષે લાંબી તપાસ બાદ ઝડપી લીધો છે.  સુરેન્‍દ્રનગર ખાતે -ન્‍સિીપાલ સિનીયર સિવિલ જજ તરીકે ફરજ બજાવતા કુ.આર.વી.રાજે અને ત્રીજા એડી. ડીસ્‍ટ્રીક્‍ટ એન્‍ડ સેસન્‍સ જજ તરીકે લીંબડી કોર્ટમાં ફરજ બજાવતા ન્‍યાયધીશ પ્રતિક જે. તમાકુવાળાના નામે અનુક્રમે ૧૦-૦૯-૨૦૨૧ના કોઈપણ સમયે, અને તા.૨૨-૦૯-૨૦૨૧ના પહેલા કોઈપણ સમયે કોઈ અજાણ્‍યા શખ્‍સે બન્ને ન્‍યાયાધીશનાં નામે રાજીનામાના પત્ર તૈયાર કરી, બનાવી-બનાવડાવી સહી કરીને બોગસ દસ્‍તાવેજ ઉભો કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી ડિસ્‍ટ્રીક્‍ટ પ્રિન્‍સીપાલ જજ અને હાઈકોર્ટમાં મોકલી બન્ને ન્‍યાયધીશની બદનામી-બદનક્ષી થાય તેવું કળત્‍ય કર્યા અંગેની પોલીસ ફરીયાદો થઈ હતી.

 આ તપાસ દરમ્‍યાન સાત જેટલા વકીલોના સહી અને લખાણનાં શંકાસ્‍પદ નમુના લઈ હેન્‍ડરાઈટીંગ એક્ષપર્ટના અભિપ્રાય માટે રાજકોટ એફ.એસ.એલ.માં મોકલવામાં આવ્‍યા હતા. તમામ પાસાઓ અને આધારોની ઉંડી ચકાસણી બાદ સુરેન્‍દ્રનગરના વકીલ મહેન્‍દ્ર જયંતિલાલ મુળીયા રડાર પર આવ્‍યો હતો. રાજીનામાના કવર ઉપરનું લખાણ મહેન્‍દ્ર મુળીયા વકીલના હસ્‍તાક્ષરનું છે એ સામે આવ્‍યું હતું. આક્ષેપો-એલીગેશન કરવાની મોડસ ઓપરેન્‍ડી અને એફ.એસ.એલ.માંથી આવેલા અભિ-ાય બાદ આ બન્ને જજને બદનામ કરવામાં વકીલ મહેન્‍દ્ર મુળીયાની મુખ્‍ય ભુમીકા હોવાનું સામે આવતા જ એસ.ઓ.જી. ટીમનાં પી.આઈ., એસ.એમ. જાડેજા, પી.એસ.આઈ., એમ.બી.પઢીયાર, પ્રવિણભાઈ આલ, જયરાજસિંહ, મીતભાઈ અને સંગીતાબેન સહિતની ટીમે સુરેન્‍દ્રનગરનાં સ્‍વામીનારાયણનાં ડેલામાં રહેતા વકીલ મહેન્‍દ્ર મુળીયાની અટક કરી ધોરણસર કાર્યવાહી કરેલ હોવાનું જાણવા મળે છે. નામદાર ન્‍યાયધિશોનાં નામે બોગસ રાજીનામા હાઈકોર્ટ સુધી પહોંચાડવાનું આ પ્રકરણ ઉકેલવાનું કાર્ય પોલીસ માટે ચેલેન્‍જીંગ રૂપ હતું પરંતુ એસ.ઓ.જી., પી.આઈ., એસ.એમ.જાડેજા, પી.એસ. આઈ., એમ.બી. પઢીયાર સહીતની ટીમે અનેક પ્રકારનાં પાસા ચકાસી, ઉંડી તપાસ હાથ ધરીને આરોપીને દબોચી લીધો હતો.

(12:11 pm IST)